મુંબઈ એરપોર્ટ પર રૂ. 32 કરોડનું 61 કિલો સોનુ જપ્ત, 7ની ધરપકડ
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક જ દિવસમાં 32 કરોડ રૂપિયાની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કર્યું છે. આ મામલે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે પૈકી 2 મહિલાઓ પણ છે. આ અંગે કસ્ટમ વિભાગના જણાવ્યા મુજબ, 4 ભારતીય મુસાફરો તાંઝાનિયાથી આવ્યા હતા. જેમણે ખાસ ડિઝાઈન કરવામાં આવેલા કમર બેલ્ટના ખિસ્સામાં સોનું છૂપાવ્યું હતું. ચારેય જણા પાસેથી 28.71 કરોડ રૂપિયાની કિંમતનું કુલ 53 કિલોગ્રામ સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. સંયુક્ત અરબ અમીરાતમાં ખાસ કરીને ડિઝાઈન કરવામાં આવેલા બેલ્ટમાં સોનાની લગડી છૂપાવવામાં આવી હતી.
ટ્રાન્ઝીટ દરમિયાન દોહા એરપોર્ટ પર સુદાની નાગરિકે આ બેલ્ટ સોંપ્યો હતો. કતાર એરવેઝની ફ્લાઈટ નંબર QR-556માં દોહાથી આવનારા 4 ભારતીય મુસાફરોને રોકવામાં આવ્યા હતા.
પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેઓ તાંઝાનિયાથી આવી રહ્યાં છે. સોનાની લગડી તેમના શરીર પર એક ખાસ ડિઝાઈન કરેલા બેલ્ટમાં છૂપાવવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તમામ 4 મુસાફરોએ કબૂલ કર્યું કે, તેમને એક અજ્ઞાત સુદાની દ્વારા દોહા એરપોર્ટ પર સોનું સોંપવામાં આવ્યું હતુ.
જો કે આ મુસાફરો તેમની સાથે મુસાફરી નહતી કરી. ચારેય મુસાફરોની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને 14 દિવસ સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
આવી જ રીતે કસ્ટમ વિભાગના અધિકારીઓએ દુબઈથી આવેલા ત્રણેય મુસાફરો પાસેથી 3.88 કરોડ રૂપિયાની કિંમતનું 8 કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યું. આ સોનાનો મુસાફરો દ્વારા પહેરવામાં આવેલા જીન્સમાં ચાલાકી પૂર્વક છુપાવવામાં આવ્યું હતુ. જે બાદ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button