કોંગ્રેસે વધુ 33 ઉમેદવારોની યાદી જાહેર કરી, જીગ્નેશ મેવાણીને વડગામથી ટિકિટ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ દ્વારા છેલ્લા 24 કલાકમાં ઉમેદવારોની ત્રણ યાદી બહાર પાડવામાં આવી છે. રવિવારની રાત્રે કોંગ્રેસ દ્વારા 33 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં મોટાભાગના સીટિંગ ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસમાં સામેલ થયેલાં દલિત નેતા જીગ્નેશ મેવાણીને વડગામથી ટિકિટ આપવામાં આવી હતી.
- વાવ – ગનીબેન ઠાકોર
- થરાદ- ગુલાબસિંહ રાજપૂત
- ધાનેરા- નાથાભાઈ પટેલ
- દાંતા- કાંતિભાઈ ખરાડી
- વડગામ- જીગ્નેશ મેવાણી
- રાધનપુર- રઘુભાઈ દેસાઈ
- ચાણસ્મા- દિનેશ ઠાકોર
- પાટણ- ડૉ. કિરીટ પટેલ
- સિદ્ધપુર- ચંદનજી ઠાકોર
- વિજાપુર- સી.જે. ચાવડા
- ખેડબ્રહ્મા- તુષાર ચૌધરી
- મોડાસા- રાજેન્દ્રસિંહ ઠાકોર
- માણસા- બાબુસિંહ ઠાકોર
- કલોલ- બળદેવજી ઠાકોર
- વેજલપુર- રાજેન્દ્ર પટેલ
16- વટવા- બળવંત ગઢવી - નિકોલ- રણજીત બારડ
- ઠક્કરબાપાનગર- વિજયકુમાર બ્રહ્મભટ્ટ
- બાપુનગર- હિંમતસિંહ પટેલ
- દરિયાપુર- ગ્યાસુદ્દીન શેખ
- જમાલપુર-ખાડિયા- ઈમરાન ખેડાવાલ
- દાણીલીમડા- શૈલેષ પરમાર
- સાબરમતી- દિનેશ મહિડા
- બોરસદ- રાજેન્દ્રસિંહ પરમાર
- આંકલવ- અમિત ચાવડા
- આણંદ- કાંતિ સોઢા પરમાર
- સોજીત્રા- પુનમ પરમાર
- ગરબાડા- ચંદ્રિકાબેન પરમાર
- મહુધા- ઈન્દ્રજીતસિંહ પરમાર
- વાઘોડિયા- સત્યજીતસિંહ ગાયકવાડ
- છોટા ઉદેપુર- સંગ્રામસિંહ રાઠવા
- જેતપુર- સુખરામ રાઠવા
- ડભોઈ- કિશન પટેલ
ઉલ્લેખનીય છે કે, 2017માં ગાંધીનગર ઉત્તરથી જીત મેળવનાર સી.જે.ચાવડાએ આ વખતે અગાઉથી જ ગાંધીનગર બેઠક પર ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. જેને પગલે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સી.જે.ચાવડાને વિજાપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી.
આ ઉપરાંત આ છઠ્ઠી યાદીમાં કોંગ્રેસ દ્વારા મોટાભાગના સીટિંગ ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. અમદાવાદના ધારાસભ્યો જેવાં કે, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, શૈલેષ પરમાર, વાવથી ગનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિતના ધારાસભ્યોને કોંગ્રેસ દ્વારા રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાને છોટા ઉદેપુરની ટિકિટ આપવામાં આવી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button