જામનગર ગ્રામ્ય બેઠક પર ઉમેદવાર જાહેર કરતાં કોંગ્રેસમાં ભડકો, કાસમ ખફીનું રાજીનામું

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં 142 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યાં છે. જેમ-જેમ કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરતી જાય છે, તેમ-તેમ ટિકિટ વાંચ્છુક નેતાઓની નારાજગી સામે આવી રહી છે. ટિકિટ ના મળતા નારાજ નેતાઓ બળવાના મૂડમાં છે. આવું જ કંઈક જામનગર ગ્રામ્યની બેઠક પર જોવા મળ્યું છે.

હકીકતમાં જામનગર ગ્રામ્યની બઠક પર કોંગ્રેસ દ્વારા જીવણભાઈ કુંભારવાડિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ બેઠક પર પ્રબળ દાવેદાર માનવામાં આવતા કાસમભાઈ ખફીને ટિકિટ ના મળતા તેઓની નારાજ થયાં છે.

પોતાની ટિકિટ કપાતા જામનગર કોંગ્રેસના લઘુમતી નેતા કાસમ ખફીએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. કાસમ ખફીએ મસિતિયા ગામે જંગી જનમેદનીની ઉપસ્થિતિમાં સંમેલન યોજીને પોતાના રાજીનામાનું એલાન કરી દીધુ છે. આ સાથે જ તેઓએ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.

જણાવી દઈએ કે, કાસમભાઈ ખફી જામનગર જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના પૂર્વ નેતા અને નગર સેવક રહી ચૂક્યાં છે.

આજના દિવસમાં સૌ પ્રથમ કોંગ્રેસે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી હતી. જેમાં રમેશ મેર, મનહર પટેલ સહિત 6 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ મોડી સાંજે વધુ 33 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં વડગામ બેઠક પરથી જિગ્નેશ મેવાણી, જમાલપુર-ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલા અને આંકલાવથી અમિત ચાવડાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.