રાજકોટની પશ્ચિમ બેઠક પર કૉંગ્રેસ નું પાટીદાર કાર્ડ, ભાજપના ગઢમાં કાલરીયાને ટિકિટ

રાજકોટની હાઈ પ્રોફાઈલ બેઠક ગણાતી રાજકોટ પશ્ચિમ સીટ પરથી કોંગ્રેસે પાટીદાર રમ્યું છે. કોંગ્રેસે પાટીદાર સમાજના અગ્રણી મનસુખ કાલરીયાને ટિકિટ આપી છે. ભાજપ દ્વારા આ વખતે વિજય રૂપાણીના સ્થાને રાજકોટ પશ્ચિમ બેઠકથી દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ પશ્ચિમ બેઠક ભાજપનો ગઢ ગણાય છે.

કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પર મનસુખ કાલરીયાને ટિકિટ આપવામાં આવી છે. મનસુખ કાલરીયા કડવા પાટીદાર સમાજના અગ્રણી છે. આમ કહી શકાય છે કે, રાજકોટ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસે પાટીદાર કાર્ડ રમ્યું છે.

કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરીયા રાજકોટના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ રાજકોટ મનપા વિરોધ પક્ષના ઉપનેતા પણ રહી ચૂક્યા છે. જો કે, ગત મહાનગરપાલિકા કોર્પોરેશનની ચૂંટણીમાં મનસુખ કાલરીયા વોર્ડ નંબર 10માંથી હાર્યા હતા. મનસુખ કાલરીયા રાજકોટના અગ્રણી વેપારી પણ છે. તેમજ તેઓ કડવા પાટીદારની અલગ-અલગ સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.

જો કે, રાજકોટ બેઠક પરથી રઘુવંશી સમાજના અગ્રણી ગોપાલભાઈ અનડકટ દ્વારા પણ કોંગ્રેસમાંથી ટિકિટ માગવામાં આવી છે. જે પગલે રઘુવંશી સમાજ કે ગોપાલભાઈના વિરોધનો સામનો કરવો પડશે કે કેમ તેના સવાલ પર મનસુખ કાલરીયાએ જણાવ્યું હતું કે, ગોપાલભાઈ વર્ષોથી કોંગ્રસના કાર્યકર છે અને તેઓ મને સપોર્ટ કરશે. સાથે જ રઘુવંશી સમાજ સમજુ હોવાનું જણાવી સમાજ દ્વારા સમર્થન મળશે તેવો દાવો પણ મનસુખ કાલરીયા દ્વારા કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, રઘુવંશી સમાજે સપષ્ટ કીધું હતું કે, અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે, તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. તેવામાં જોવાનું રહેશે કે, રઘુવંશી સમાજ દ્વારા મનસુખ કાલરીયાને સમર્થન આપવામાં આવે છે કે કેમ.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.