2017માં જીતથી 12 બેઠકો દૂર રહેલી કોંગ્રેસ 2022માં કોઈ ભૂલ કરશે ? તો હારશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. 2017માં જીતથી માત્ર 12 બેઠકો દૂર રહેલી કોંગ્રેસ 2022માં કોઈ ભૂલ કરવા ઈચ્છતી નથી. કારણ કે કોંગ્રેસના નેતાઓ પણ સારી રીતે જાણે છે કે 2017માં કોંગ્રેસ કોંગ્રેસના કારણે જ હારી છે.2017માં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાનું કામ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ કર્યું છે

વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. 2017માં જીતથી માત્ર 12 બેઠકો દૂર રહેલી કોંગ્રેસ 2022માં કોઈ ભૂલ કરવા ઈચ્છતી નથી. કારણ કે કોંગ્રેસના નેતાઓ પણ સારી રીતે જાણે છે કે 2017માં કોંગ્રેસ કોંગ્રેસના કારણે જ હારી છે. 2017માં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાનું કામ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ કર્યું છે..ત્યારે 2022માં કોંગ્રેસ આ ભૂલનું પરિવર્તન ન થાય તેની ખાસ તકેદારી રાખી રહ્યું છે. કારણ કે 2017માં 12 સીટો એવી છે જ્યાં કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી છે.

આ 12 બેઠકોને કારણે કોંગ્રેસ સત્તાથી 12 બેઠકો જ દૂર રહી હતી.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 બેઠકો પર કોંગ્રેસની હાર માટે કોંગ્રેસનો જ હાથ જવાબદાર છે. આ 12 બેઠકોને કારણે કોંગ્રેસ સત્તાથી 12 બેઠકો જ દૂર રહી હતી. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના સહયોગી સાથે મળી કુલ 80 બેઠકો મેળવી શકી.2017માં 12 બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી છે.આ 12 બેઠકોમાં બોટાદ, પ્રાંતિજ, મોતર, વાગરા, વિજાપુર, ધોળકા, ગોધરા, ચાણસ્મા, ખેરાલું, લુણાવાડા, મોરવા હડફ અને થરાદ બેઠકનો સમાવેશ થાય છે.

સવાલ એ ઉભો થાય છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ 12 બેઠકો ઉપર કોંગ્રેસે જ કોંગ્રેસને કેવી રીતે હરાવી.આ બેઠકો ઉપર કોંગ્રેસના જ આગેવાનોને ટીકીટ ના મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી.કોંગ્રેસના આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ 12 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો 200 મતથી લઈ 3000 મત સુધીના નજીવા માર્જીનથી હાર્યા છે..જેટલા માર્જીનથી કોંગ્રેસના ઉમેદવારો હાર્યા છે તેના કરતાં ખૂબ વધારે મતો કોંગ્રેસના જ અપક્ષ ઉમેદવારોએ તોડ્યા છે.

2017માં કોંગ્રેસે ગુમાવેલી 12 બેઠકોનું ગણિત જોઈએ તો….
થરાદ બેઠક
 • કોંગ્રેસના જિલ્લા મહામંત્રી માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરી 42982 મત તોડ્યા
 • કોંગ્રેસના ઉમેદવાર ડી.ડી.રાજપૂત 11733 મતથી હાર્યા
ખેરાલુ બેઠક
 • -ખેરાલુ તાલુકા કોંગ્રેસના પ્રમુખ મુકેશ દેસાઈએ અપક્ષ ઉમેદવારી કરી 38432 મત મેળવ્યા
 • -કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર 21593 મતથી હાર્યા
ચાણસ્મા બેઠક
 • -કોંગ્રેસના નેતા દિનેશ ઠાકોરે અપક્ષ ઉમેદવારી કરી 27633 મત મેળવ્યા
 • -દિનેશ ઠાકોરને અગાઉ 3 વખત પક્ષે ટીકીટ આપી હતી
 • -કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ 8234 મતથી હાર્યા
ગોધરા બેઠક
 • -કોંગ્રેસના આગેવાન અને જિલ્લા મહામંત્રી જશવંતસિંહ પરમારે અપક્ષ ઉમેદવારી કરી 18856 મતો તોડ્યા
 • -કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર 258 મતથી હાર્યા
ધોળકા બેઠક
 • -અમદાવાદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શક્તિસિંહ સીસોદીયાએ અપક્ષ ઉમેદવારી કરી 4222 મત મેળવ્યા
 • -કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ 327 મતથી હાર્યા
વિજાપુર બેઠક
 • -વિજાપુર તાલુકા કોંગ્રેસના આગેવાન ઉપેન્દ્રસિંહ વિહોલે અપક્ષ ઉમેદવારી કરી 1555 મત મેળવ્યા
 • -કોંગ્રેસના ઉમેદવાર 1164 મતથી હાર્યા
વાગરા બેઠક
 • -ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાન ફતેસંગ ગોહિલે અપક્ષ ઉમેવારી કરી 5601 મત મેળવ્યા
 • -કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ 2628 મતથી હાર્યા
માતર બેઠક
 • -ખેડા જિલ્લા કોંગ્રેસના આગેવાન વિજયસિંહ મહિડાએ અપક્ષ ઉમેદવારી કરી 1936 મતો તોડ્યા
 • -કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલ 2406 મતથી હાર્યા
પ્રાંતિજ બેઠક
 • -કોંગ્રેસના આગેવાન રાજેન્દ્રસિંહ ઝાલાને ટીકીટના મળતા એનસીપી માંથી ઉમેદવારી કરી 3718 મત મેળવ્યા
 • -કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ બારૈયા 2551 મતથી હાર્યા
બોટાદ બેઠક-
 • -બોટાદ જિલ્લા કોંગ્રેસના આગેવાન સોમાભાઈ જમોડે અપક્ષ ઉમેદવારી કરી 4708 મત મેળવ્યા
 • -કોંગ્રેસના ઉમેદવાર ડી.એમ.પટેલ 906 મતથી હાર્યા
મોરવા હડફ બેઠક
 • -કોંગ્રેસે આ બેઠક જીતી શકાય તેમ હોવા છતાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીને આપી
 • -કોંગ્રેસના જિલ્લા મહામંત્રી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પુત્ર ભુપેન્દ્રસિંહ ખાંટે બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી
 • -અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ખાંટની જીત થઈ
 • -ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવાર અલ્પેશ ડામોરને 8246 મત મળ્યા
લુણાવાડા બેઠક
 • -કોંગ્રેસ આ બેઠક પર પરાજ્યાંદિત્યસિંહ પરમારને ટીકીટ આપી
 • -ટીકીટના મળતા કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન રતનસિંહ રાઠોડે બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી
 • -અપક્ષ લડેલા કોંગ્રેસના આગેવાન રતનસિંહ રાઠોડે 55098 મતો મેળવી જીત મેળવી
 • -કોંગ્રેસના ઉમેદવાર પરાજ્યાદિત્યસિંહ પરમારને 47093 મત સાથે ત્રીજા ક્રમે રહ્યા

આ ટીકીટોની ફાળવણી કર્યા બાદ 2017માં કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલ ના કરી શકવાને કારણે કોંગ્રેસ સત્તાથી દૂર રહી. ત્યારે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ આ બૂલનું પરિવર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખી રહી છે. ટીકીટોની ફાળવણી કર્યા બાદ નારાજ નેતાઓ અને આગેવાનોને મનાવવા માટે દિલ્હીથી હાઈકમાન્ડે વિશેષ ટીમને ગુજરાત મોકલી ડેમેજ કન્ટ્રોલ કરવાની કામગીરી સોંપી દીધી છે. દિલ્હીની ટીમને લોકસભા બેઠક દીઠ ડેમેજ કન્ટ્રોલ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

 • ભાજપ (47%, 8 Votes)
 • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
 • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.