પાર્ટનર સાથે થઈ ગયો હોય ઝગડો તો કઈંક આ રીતે કરો વાતની શરૂઆત
પતિ-પત્ની કે બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ વચ્ચે વારંવાર ઝગડા થવા સામાન્ય બાબત છે. ક્યારેક-ક્યારેક તો ઝગડા એટલી સામાન્ય બાબતે થઈ જાય છે કે, સમજાતું જ નથી કે શું કરવું. વાસ્તવમાં ઝગડા થાય એ સમયે તો આપણને એટલું ખરાબ નથી લાગતું, પરંતુ ઝગડા બાદ એમ જ લાગે છે કે, કોઈપણ રીતે સમાધાન થઈ જાય તો સારું. પણ હવે ઈગોનું શું કરવું, જેના કારણે એકબીજા સાથે વાત જ બંધ થઈ જાય છે.
સૌથી મહત્વનું તો એ છે કે, કોઈ બાબતે તમારો ઝગડો થયો પણ હોય તો તમારે તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો બંનેમાંથી કોઈપણ પાર્ટનર તેના સમાધાન માટે આગળ નહીં આવે તો વાત વધારે વણસી શકે છે. એટલે જરૂરી છે કે પહેલ કરો. જો તમારો પાર્ટનર સાથે ઝગડો થયો હોય અને ઝગડો સતત વધી જ રહ્યો હોય તો, તો તેને હલ કરવા માટે નીચે મુજબના ઉપાય અજમાવી શકાય છે.
- પાર્ટનરને સમય અને સ્પેસ આપો
જો ઝગડો બહુ વધારે વધી ગયો હોય અને શાંત થવાની કોઈ શક્યતા જ દેખાતી ન હોય તો પાર્ટનરને થોડો સમય અને સ્પેસ આપો, જેથી તેને ગુસ્સો શાંત થવા માટે થોડો સમય મળી શકે. જો તમે બંને ગુસ્સામાં હોવ અને તે જ સમયે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો વાત વધારે વણસી શકે છે. આવા સમયે એવી કોઈ વાત પણ મોંમાંથી નીકળી શકે છે, જે ન નીકળવી જોઈએ. એટલે જરૂરી એ જ છે કે, તમે તમારા પાર્ટનરને સમય અને સ્પેસ બંને આપો. - પહેલાં વાત કરવાનો પ્રયત્ન કરો
તમારે સૌથી પહેલાં વાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બોલચાલ બંધ હોય તો, ક્યાંકથી તો વાત કરવાની શરૂઆત કરો. નાની-નાની વાતે થયેલ ઝગડા ઘણીવાર મોટું સ્વરૂપ લઈ લે છે, એટલે ભલાઈ એમાં જ રહેશે કે, તમે તમારા ઈગોને એકબાજુ મૂકીને પહેલ કરો. એ વાત તમારે સમજવી જ પડશે કે, ઝગડો હંમેશાં વાતચીતથી જ હલ થાય છે.
સમય અને સ્પેસ આપવી જરૂરી છે, પરંતુ મર્યાદા કરતાં વધારે સમય અને સ્પેસ પણ એક ભૂલ છે. વાત કરવાથી જ સમાધાન મળશે.
- પોતાની વાત બનાવવાની જિદ હંમેશાં ન કરવી
જરૂરી નથી કે, ઝગડામાં હંમેશાં કોઈ એકની જ ભૂલ હોય. મોટાભાગની મહિલાઓ ઝગડા સમયે પોતાની વાત મનાવવાનો પ્રયત્ન કરે છે અને હંમેશાં એમજ વિચારે છે કે, તે સાચી જ છે. આવું પુરૂષો સાથે પણ થાય છે અને સંબંધોમાં જો કોઈ એક પાર્ટનર બીજા પર પોતાની મરજી થોપવાનો પ્રયત્ન કરે તો તે ખોટું ગણાય. પોતાની વાત મનાવવાની જિદમાં જ મોટાભાગના ઝગડાનું સમાધાન નથી આવતું. - માફી માંગવાથી કોઈ નાનું નથી થતું
આ સાવ સાધારણ વાત છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. માફી માંગવી બહુ વધારે મુશ્કેલ હોય છે અને લોકો તેને જેટલી નાની વાત સમજે છે એટલી નાની નથી આ. તમારે તમારા પાર્ટનર સામે માફી માંગવા માતે તમારા ઈગોને એકબાજુ મૂકવો પડશે. ઘણીવાર લોકો પ્રયત્ન તો કરે છે, પરંતુ તરત કરી શકતા નથી. સૌથી પહેલાં તો એ વાત સમજો કે, જો ભૂલ તમારી હોય તો પહેલ પણ તમારે જ કરવી પડશે. - ઝગડો કેમ કર્યો એ વાત પકડી બહાનાં ન કાઢો
જો તમારા વારંવાર ઝગડા થતા હોય તો, એ વાતને પકડી બહાનાં બતાવવાનો પ્રયત્ન ન કરવો. એ સમજવું સૌથી જરૂરી છે કે, ઝગડા કેમ થઈ રહ્યા છે. જો તમે બહાનાં જ બતાવ્યા કરશો તો, શું થયું, કેમ થયું વગેરે તો ઝગડાનું સમાધાન થવાની જગ્યાએ વધતા રહેશે. જો તમે ઝગડો કર્યો અને કઈં ખોટું કહ્યું હોય તો તેને સ્વિકારતાં પણ શીખો. - ઝગડા પર નહીં સંબંધો પર વધારે ધ્યાન આપો
જો તમારા વારંવાર ઝગડા થતા હોય તો, તમારે સંબંધો પર વધારે ફોકસ કરવાની જરૂર છે. ઝગડા અંગે જ વિચારતા રહેશો તો, આગળ વધી જ નહીં શકો. આની જગ્યાએ તમારે સંબંધો પર ધ્યાન આપવું જોઈએ, જેનાથી તમારા સંબંધો આગળ જતાં વધારે સારા બનશે.
જો તમારા સંબંધોમાં ખટાશ આવી ગઈ હોય તો કપલ્સ થેરેપી પણ સારો વિકલ્પ છે. તમારે બસ ટ્રાય કરવાનો છે કે, આ થેરેપી કામ કરે છે કે નહીં, આવી બાબતોમાં કોઈ એક્સપર્ટની સલાહ ખૂબજ કારગર નીવડે છે. જો તમને આ સ્ટોરી ગમી હોય તો, તેને શેર કરવાનું ન ભૂલતા. આવી જ વસ્તુ સ્ટોરીઝ વાંચવા માટે જોડાયેલ રહો એબીટુન્યુઝ નેટવર્ક સાથે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button