જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજાને મળશે કાંટાની ટક્કર

જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપ દ્વારા ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ તરફથી જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. તો આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર કરસનભાઈ કરમુરેને ટિકિટ આપવામાં આવી છે. આ ત્રણેય ઉમેદવારો પોતપોતાના સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને ત્રણેય ઉમેદવારો મજબૂત હોવાનું સામે આવ્યું છ. આમ જામનગર ઉત્તર બેઠક પરથી આ વખતે ખરાખરીનો જંગ જામશે.

જામનગર ઉતર બેઠકની હાલ ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ચર્ચા થઈ રહી છે, કારણ કે જામનગર ઉતર બેઠક પર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ભાજપે ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. એકબાજુ કોંગ્રેસમાંથી પણ દિગ્ગજ નેતા બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. રિવાબા જાડેજા સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. બીજી બાજુ રવીન્દ્ર જાડેજાની લોકપ્રિયતાનો લાભ પણ તેઓને મળી શકે છે. થોડા દિવસોમાં જ રવીન્દ્ર જાડેજા ખુદ તેમની પત્ની માટે પ્રચાર માટે જામનગર ખાતે આવશે.

જાણો કોણ છે કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા
જામનગર ઉતર બેઠક પરથી કોંગ્રેસે જામનગરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી છે. તેઓ રાજપૂત સમાજના દિગ્ગજ નેતા પણ છે અને સમાજમાં સારું એવું નામ પણ ધરાવે છે. ભૂપેન્દ્રસિંહ વેપાર ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે. છેલ્લા ત્રણ દાયકાથી તેઓ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા છે અને સક્રિય સભ્ય પણ છે. હાલ તેઓ પ્રદેશના મહામંત્રી છે. બિપેન્દ્રસિંહ જાડેજા અગાઉ એકપણ ચૂંટણી લડ્યા નથી. ત્યારે આ વખતે તેઓને કોંગ્રેસે ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે અને તેમની સામે તેમના જ સમાજના રિવાબા જાડેજા છે.

જાણો આપના ઉમેદવાર કરશનભાઈ કરમુર કોણ છે
કરસનભાઈ આહિર એક સમયે ભાજપના દિગ્ગજ નેતા હતા. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ ન મળતા તેઓએ ભાજપમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓની જામનગર ઉત્તર બેઠક પરથી જાહેરાત કરવામાં આવી છે. કરસનભાઈ આહીર જામનગર કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દા પર રહી ચૂક્યા છે અને તેઓનું આહિર સમાજમાં સારું એવું પ્રભુત્વ પણ ધરાવે છે અને આ બેઠક પર સૌથી વધુ આહિર મતદારો પ્રભુત્વ પણ ધરાવે છે.

જામનગર ઉત્તર-જાતિગત સમીકરણ

  • 2 લાખ 60 હજાર મતદારો
  • આહીર- 18.4 %
  • દલિત- 13.3 %
  • મુસ્લિમ – 12.8 %
  • ક્ષત્રિય-11.1 %
જામનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રિવાબા કાલે ફોર્મ ભરશે, પતિ રવિન્દ્ર જાડેજાએ લોકોને કરી ખાસ અપીલ

જણાવી દઈએ કે, જામનગર ઉત્તરની બેઠકમાં નણંદ-ભાભી સામસામે ટક્કર જોવા મળશે. હકીકતમાં આ બેઠક ઉપર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપી છે. બીજી તરફ કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી છે. જ્યારે રવિન્દ્ર જાડેજાના બહેન તેમજ કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નયનાબા જાડેજા બિપેન્દ્રસિંહ માટે પ્રચાર કરવાના છે.

2019ની લોકસભા ચૂંટણી સમયે માર્ચ મહિનામાં રિવાબા જાડેજા ભાજપમાં જોડાયા હતા. જેના એક મહિના બાદ એટલે કે એપ્રિલ-2019માં રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. નયનાબા રાજકીય રીતે ખૂબ જ સક્રિય છે અને હાલ તેઓ જામનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યાં છે. આ બેઠક પરથી રિવાબાને મેદાનમાં ઉતારવા માટે ભાજપે વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાનું પત્તુ કાપી નાંખ્યું છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 બેઠકો પર વોટિંગ થશે. 8 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.