હિમાચલ વિધાનસભાની 68 બેઠકો માટે 66.80 ટકા મતદાન

  • સિરમૌર જિલ્લામાં સૌથી વધારે 72.35 ટકા મત પડયા

હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન શનિવારે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. સાંજ સુધીમાં 66.06 ટકા મતદાન નોંધાયું હતું. જે ગત વિધાનસભા ચૂંટણી કરતા ઓછું છે. 2017માં’ 75 ટકા જેટલું મતદાન થયું હતું. ગ્રામીણ ક્ષેત્રોમાં ઠંડીનો માહોલ હોવા છતા પણ મતદાન કેન્દ્રોએ મહિલાઓની સંખ્યા ખૂબ વધારે રહી હતી. પહેલા કલાકમાં માત્ર ચાર ટકા જ’ મતદાન નોંધાયું હતું. સવારે 11 વાગ્યા બાદ મતદાનમાં તેજી આવી હતી અને ત્રણ વાગ્યા સુધીમાં મતદાન 55 ટકાએ પહોંચી ગયું હતું. ત્યારબાદ સાંજે મતદાનની કુલ ટકાવારી 65.92 ટકા રહી હતી. પ્રદેશભરમાં બનાવવામાં આવેલા 7881 મતદાન કેન્દ્રોએ લોકોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો.’ મતદાન પૂરૂ થતાની સાથે જ 412 ઉમેદવારોના નસીબ ઈવીએમમાં કેદ થઈ ગયા છે. હિમાચલ વિધાનસભા ચૂંટણીનું પરિણામ ગુજરાતની સાથે આઠમી ડિસેમ્બરના રોજ આવશે.

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં સૌથી વધારે 72.35 ટકા મતદા થયું હતું. જ્યારે સોલનમાં 65.48 ટકા મતદાન નોંધાયું હતું. ઉનામાં 67.67, શિમલામાં 65.66 અને સૌથી વધારે બેઠક ધરાવતા કાંગડા જિલ્લામાં 63.95 ટકા મતદાન થયું હતું. સૌથી ઓછુ મતદાન ચંબા જિલ્લામાં 63 ટકા રહ્યું હતું.હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, તેમના પત્ની અને બે પુત્રીઓએ મંડી જિલ્લાના સિરાજમાં એક મતદાન કેન્દ્રએ મત આપ્યો હતો. પોતાનો મત આપ્યા બાદ ઠાકુરે લોકોને મતદાનમાં ભાગ લેવાની અપીલ કરી હતી અને લોકોને લોકતંત્રના તહેવારમાં ઉત્સાહ સાથે જોડાવાનો આગ્રહ કર્યો હતો. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્ની સાથે બિલાસપુરમાં મતદાન કર્યું હતું.

‘ચૂંટણી અધિકારીઓએ કહ્યું હતું કે, 90 વર્ષિય નજરીમ મણિ અને તેમના 87 વર્ષિય પત્નીએ કિન્નોર જિલ્લાના કલ્પા ગામમાં મત આપ્યો હતો. અમુક સ્થળોએ મતદાન ધીમી ગતિએ ચાલતું હોવાના કારણે લોકોએ નારેબાજી કરી હતી. હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં 412 ઉમેદવારોમાંથી 24 મહિલાઓ અને 388 પુરૂષ છે. કુલ 55,92,828 મતદાતાઓમાં 1,93,106 મતદાતા પહેલી વખતના મતદાર હતા. રાજ્યમાં 80 વર્ષથી ઉપરના મતદાતા 121409 હતા. મતદાન દરમિયાન 157 કેન્દ્રો એવા હતા જેનું સંચાલન પૂરી રીતે મહિલા કર્મચારી દ્વારા કરવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશની ચૂંટણી મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.