બુકી બજાર: ભાજપને 109, કોંગ્રેસને 42, આપને 22 બેઠક મળશે
સૌરાષ્ટ્રમાં પાંચેક હજાર કરોડનો સટ્ટો રમાવવાનો અંદાજ : તમામ ઉમેદવારો જાહેર થયા બાદ દરેક બેઠક પરના ભાવ બુકી ખોલશે
આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે. ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસના ઘણા ઉમેદવારો જાહેર થવાના હજુ બાકી છે. આપે પણ મોટાભાગની બેઠકો ઉપર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે ભાજપના ઉમેદવારો જાહેર થતા જ સટ્ટા બજાર સક્રિય બન્યુ છે. બુકીઓ આ વખતે પણ ભાજપની સરકાર બનશે તેમ માની રહ્યા છે અને તે મુજબના ભાવો ખોલ્યા છે. બુકીઓના મતે ભાજપને 109, કોંગ્રેસને 42 અને આપને 22 બેઠકો મળશે.
સૌરાષ્ટ્રના બુકીઓએ જે ભાવો ખોલ્યા છે તે મુજબ ભાજપને 182 બેઠકમાંથી 109 બેઠકો મળશે. જયારે 112 બેઠકો નહી મળે. કોંગ્રેસને 42 બેઠકો મળશે. જયારે 44 બેઠકો નહી મળે. આપને 22 બેઠકો મળશે. જયારે 24 બેઠકો નહી મળે. આ પ્રકારના ભાવો ખોલી બુકીઓએ સટ્ટો રમાડવાનું શરૂ કર્યું છે.
બુકીઓના મતે સૌરાષ્ટ્રમાં આ વખતે અંદાજે રૂા.પાંચેક હજાર કરોડનો સટ્ટો રમાશે. સૌરાષ્ટ્રની ઘણી એવી હાઈપ્રોફાઈલ બેઠકો છે જેની ઉપર મુખ્યત્વે સૌથી વધુ સટ્ટો રમાશે. આ બેઠકોમાં રાજકોટ પશ્ચિમ, જેતપુર, વિસાવદર, અમરેલી અને ગીર સોમનાથ સહિતની બેઠકોનો સમાવેશ થાય છે. હાલ ટી-20વર્લ્ડ કપ રમાઈ રહ્યો હોવાથી બુકીઓ તેમાં સક્રિય છે. આ ટુર્નામેન્ટ પુરી થયા બાદ બુકીઓ જોરશોરથી ચુંટણીના સટ્ટામાં ઝંપલાવશે. આજે અગર તો આવતીકાલે કોંગ્રેસના ઉમેદવારો જાહેર થશે. ત્યારબાદ બુકીઓ દરેક બેઠક પરના ભાવો ખોલશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button