શા માટે દલિત ખ્રિસ્તીઓ કે દલિત મુસ્લિમોને ”શેડયુલ્ડ-કાસ્ટ”ના લિસ્ટમાંથી બહાર રખાયા ?
- સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની રજૂઆત
- દલિત ખ્રિસ્તીઓ કે દલિત મુસ્લિમો ઉપર ક્યારેયે જુલ્મો થયા નથી કે તેઓ ‘પછાત’ રહ્યા પણ નથી
દલિત ખ્રિસ્તીઓ કે દલિત મુસ્લીમોને શેડયુલ્ડ કાસ્ટની યાદીમાંથી બહાર રાખવાના નિર્ણયો કેન્દ્ર સરકારે જોરદાર બચાવ કર્યો હતો, જેમાં કહ્યું હતું કે, ઈતિહાસ તે વાતનો સાક્ષી છે કે, તે ધર્મપરિવર્તિત દલિતો ઉપર ક્યારેયે જુલ્મો થયા નથી કે તેઓ ‘પછાત’ પણ રહ્યા નથી. આથી તેઓને અનુસૂચિત જાતિઓ (શેડયુલ્ડ-કાસ્ટ)ના લાભો મળી ન શકે. સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલાં સોગંદનામામાં કેન્દ્રના સામાજિક-ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આથી અનુસૂચિત જાતિઓ અંગેના ૧૯૫૦ ના આદેશનો કોઈ સંવૈધાનિક ભંગ થતો જ નથી.
સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન (સીપીઆઈએલ) નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ, જે દલિતોએ ખ્રિસ્તી કે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હોય, તેઓને પણ અનુસૂચિત જાતિઓનો લાભ આપવા માટે કરેલી યાચીકાના ઉત્તરમાં કેન્દ્ર સરકારે આ રજૂઆત કરી હતી. ઉક્ત મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, કોન્સ્ટીન્ટયુશન (શેડયુલ્ડ કાસ્ટસ) ઓર્ડર-૧૯૫૦ તે જ્ઞાાતિ-જાતિઓ-પૂરતો મર્યાદિત છે કે, જેમની પ્રત્યે સામાજિક ‘સૂગ’ રહેલી છે. આથી કોન્સ્ટીન્સ્ટીટયુશન (શેડયુલ્ડ-કાસ્ટ) ઓર્ડર-૧૯૫૦ ની અસંવૈધાનિક્તા બનાવી નથી.
વાસ્તવમાં જે દલિતોએ ખ્રિસ્તી ધર્મ કે ઈસ્લામ અંગીકાર કર્યો હોય. તેઓ ‘અસ્પૃશ્યતા’ની સામાજિક પ્રથાનો ભોગ બનતા જાય. આ પ્રથાને લીધે કેટલીક હિન્દુ જ્ઞાાતિઓ આર્થિક અને સામાજિક રીતે પછાત રહી છે. પરંતુ તેવું ખ્રિસ્તી કે મુસ્લીમ સમાજમાં નથી.
વાસ્તવમાં આ આદેશ કેન્દ્ર સરકારે તે ઐતિહાસિક હકીકતોના આધારે આપ્યો છે કે ”ઐતિહાસિક રીતે તેવું સાબિત થતું નથી કે ધર્મ-પરિવર્તન કરનારા દલિતો ઉપર જોહ-જુલ્મો કરાયા હોય કે તેઓ પછાત રહી ગયા હોય.” આ સાથે આ સોગંદનામામાં કેન્દ્ર સરકારે તેમ પણ જણાવ્યું હતું કે દલિતો ખ્રિસ્તી કે ઈસ્લામ ધર્મ અંગીકાર કરે છે કે કરી રહ્યા હતા. તે પાછળનું મુખ્ય કારણ જ તેઓ ઉપર થતા જોરજુલ્મો અને તેઓને પછાત રાખવાનું જ હતું. જ્યારે ખ્રિસ્તી કે ઈસ્લામ ધર્મમાં અસ્પૃશ્યતા નથી. ન્યાયમૂર્તિ રંગનાથ, મિશ્રાના રીમોર્ટમાં દલિત ખ્રિસ્તીઓ કે દલિત મુસ્લીમોને પણ શેડયુલ્ડ કાસ્ટમાં આવરી લેવા જણાવ્યું હતું તેને પણ કેન્દ્રનાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે અસ્વીકાર્ય ગણાવ્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button