પોરબંદરથી જિલ્લા કલેકટરશ્રીએ અવસર રથનું પ્રસ્થાન કરાવ્યું

  • ઓછું મતદાન થતું હોય તેવા વિસ્તારોમાં રથ ફરીને લોકોને મતદાન કરવા જાગૃત કરશે
  • જિલ્લા કલેકટરશ્રીએ લખેલ ‘આવો કરીએ મતદાન’ ગીત બાળાઓએ પ્રસ્તુત કર્યું
  • મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાવા કલેક્ટરશ્રીએ લોકોને કરી અપીલ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨નું પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં જોડાઈને વધુને વધુ લોકો મતદાન કરે તેની દરકાર ભારતનું ચૂંટણી પંચ રાખી રહ્યું છે.

ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૧૭માં જે વિધાનસભા મતદાન વિભાગના મતદાન મથકોમાં ઓછું મતદાન થયું હતું તેવા મતદાન મથકો ધરાવતા વિસ્તારમાં અવસર રથ દ્વારા ‘‘સ્વીપ’’ (સીસ્ટમેટિક વોટર એજયુકેશનલ એન્ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન) પ્રોગ્રામ અન્વયે મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

જે અંતર્ગત આજે તા.૧૨ નવેમ્બરના રોજ પોરબંદરની એમ.ઇ.એમ. ઇંગલિશ મીડીયમ સ્કૂલ ખાતેથી જિલ્લા કલેકટર અશોક શર્માએ અવસર રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે જિલ્લા કલેકટર અશોક શર્માએ લખેલું મતદારોને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડતું ‘આવો કરે મતદાન’ ગીત સ્કૂલની બાળાઓએ પ્રસ્તુત કર્યું હતું. આ તો કે, કલેકટરશ્રીએ મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાવા લોકોને કરી અપીલ પણ કરી હતી. આ રથ ૮૩ પોરબંદર તથા ૮૪- કુતિયાણા વિધાનસભા વિસ્તારના ગત વિધાનસભા ચૂંટણીમાં જે મથક વિસ્તારમાં ઓછું મતદાન થયું હતું તેવા મતદાન મથકો ધરાવતા વિસ્તારમાં અવસર રથ ફરશે.

લોકશાહીના આ અવસરે દરેક મતદાર ઉત્સાહસભર જોડાય તથા વંચિત મતદારોની સામેલગીરીથી મહત્તમ મતદાન થાય તે માટે ‘‘સ્વીપ’’ દ્વારા ખાસ પ્રયાસો હાથ ધરી લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરી જાણકારી આપવામાં આવી રહી છે અવસર રથના પ્રસ્થાન પ્રસંગે જિલ્લા કલેકટરની સાથે જિલ્લા વિકાસ અધિકારી બી.ડી.નિનામા, નિવાસી અધિક કલેકટર, એમ.કે.જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા સહિત બી.એલ.ઓ તથા ઝોનલ અને શાળાના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.