કિંગ ખાનની મુંબઇ એરપોર્ટ પર અટકાયત, એક કલાક સુધી થઈ પૂછપરછ
બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન અને તેમની ટીમને કસ્ટમ વિભાગ દ્વારા મુંબઈ એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે લાખો રૂપિયાના કિંમતની ઘડિયાળો ભારત લાવવા, બેગમાં મોંઘી ઘડિયાળોના ખાલી બોક્સ મળવા અને તેને જાહેર ન કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં કસ્ટમ ડ્યુટી ન ભરવાની વાત પણ કહેવામાં આવી રહી છે.
શું છે સમગ્ર મામલો ?
બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન તેની ટીમ સાથે એક બુક લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપવા માટે ખાનગી ચાર્ટર VTR-SG દ્વારા દુબઈ ગયા હતા. આ પ્રાઈવેટ ચાર્ટર ફ્લાઈટમાં ગઈ કાલે રાત્રે 12.30 વાગ્યે મુંબઈ પરત ફર્યા હતા પરંતુ રેડ ચેનલ પાર કરતી વખતે શાહરૂખ ખાન અને તેની ટીમની બેગમાંથી કસ્ટમ્સને લાખો રૂપિયાની ઘડિયાળો મળી હતી.
આ લાખો રૂપિયાની કિંમતની ઘડિયાળ મળ્યા બાદ કસ્ટમે બધાને રોક્યા અને બેગની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન બેગમાંથી ઘણી મોંઘી ઘડિયાળો મળી હતી.
- Babun & Zurbk, રોલેક્સ ઘડિયાળના 6 બોક્સ
- Spirit બ્રાન્ડની ઘડિયાળ (આશરે રૂ. 8 લાખ)
- એપલ સિરીઝની ઘડિયાળો તેમજ ખાલી ઘડિયાળના બોક્સ
જ્યારે કસ્ટમે આ ઘડિયાળોનું ઇવૈલ્યૂએશન કર્યું ત્યારે તેના પર 17 લાખ 56 હજાર 500 રૂપિયાની કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવી હતી. આ પછી, કરોડો રૂપિયાની ઘડિયાળો પર લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. એક કલાક સુધી ચાલેલી પ્રક્રિયા બાદ શાહરૂખ ખાન અને પૂજા દદલાનીને એરપોર્ટથી બહાર જવા દેવામાં આવ્યા હતા પરંતુ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમના સભ્યોને અટકાવવામાં આવ્યા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button