મહારાષ્ટ્રમાં ‘લેમ્પી’ના રોગે પશુનો ભોગ લીધો
મહારાષ્ટ્રમાં ‘લમ્પી’ના રોગે અત્યાર સુધીમાં ૧૪ હજારથી વધુ પશુઓનો ભોગ લીધો છે.
૯મી નવેમ્બર સુધીમાં ૩૩ જિલ્લામાંથી એકંદર ૩૪૩૯ સંસર્ગ કેન્દ્રોમાં ‘લમ્પી’ના રોગનો ર્પાદુર્ભાવ જોવા મળ્યો હતો. અસરગ્રસ્ત ગામોમાં ૨.૨૧ લાખથી વધુ પશુઓને આ બીમારી લાગુ પડી હતી. આમાંથી ૧.૫૨ લાખ પશુઓ સારવાર બાદ સાજા થઈ ગયા હતા. આમાંથી ૧૪,૬૧૨ પશુ માર્યા ગયા હતા.
લમ્પીનો ફેલાવો અટકાવવા માટે મહારાષ્ટ્રના જિલ્લાઓમાં ૧૧૪.૧૨ લાખ રસી ઉપલબ્ધ કરવામાં આવી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button