સૌરાષ્ટ્રમાંથી મુસ્લિમ સિપાઈ સમાજના લોકો પોરબંદર પહોંચશે
આવતીકાલે પોરબંદર મુકામે સિપાઈ સમાજનો તેજસ્વી વિધાર્થી અને નવનિયુકત સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાશે
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મુસ્લિમ સિપાઈ સમાજના લોકો પોરબંદર પહોંચશે
પોરબંદરમાં સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાત દ્વારા રવિવારે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતસ્તરનો સિપાઈ સમાજના તેજસ્વી વિધાર્થીઓ તથા સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવાઓનો ચોથો સન્માન સમારોહ યોજાશે.
સિપાઈસમાજ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં વસતા મુસ્લિમ સિપાઈ સમાજના ધો. ૮ થી ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ, માસ્ટર ડીગ્રી, ડિપ્લોમા, ડોકટર, એન્જીનીયર, વકીલ બનેલ તેજસ્વી વિદ્યાર્થીઓ, વર્ષ ૨૦૧૯ પછી સરકારી કે અર્ધ સરકારી નોકરીમાં લાગેલા નવનિયુકત કર્મચારીઓ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વર્ષ ૨૦૨૧/૨૨ માં રમત-ગમત અથવા સાંસ્કૃતિક સ્પર્ધામાં રાજય સ્તરે અથવા રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ત્રણ નંબરમાં આવેલા ખેલાડીઓને શિલ્ડ, મોમેન્ટો, સર્ટીફીકેટ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવશે.
તા. ૧૩-૧૧-૨૦૨૨, રવિવારે બપોરે ૧:૩૦ થી સાંજે ૬:00 સુધી ચોપાટી, નગરપાલિકા પાર્ટીપ્લોટ, એસ.ટી.બેસ સ્ટેન્ડ પાસે, પોરબંદર ખાતે આ કાર્યક્રમ યોજાશે. સૌ ને ઉપસ્થિત રહેવા સિપાઈ સમાજ ટ્રસ્ટ- ગુજરાત દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ડો. અવેશ એ. ચૌહાણ સહિત સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.
બહારગામથી આવતા મહેમાનો માટે ખાસ વ્યવસ્થા સિપાઈ સમાજ ટ્રસ્ટ- ગુજરાત આયોજિત ચોથા સન્માન સમારોહમાં બહારગામથી આવતા તમામ મહેમાનો માટે રહેવા માટે પોરબંદર સમસ્ત સિપાઈ જમાતખાના, અને સમસ્ત નવીબંદર સમસ્ત ખારવા સમાજ બંદર રોડ ખાતે જમવા અને રાત્રી રોકાણની સંપુર્ણ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા મોહસીનખાન ડી પઠાણ મો. ૯૨૨૮૪૩૨૫૬૦, આસીફભાઈ સિપાઈ મો.૮૪૬૦૬૭૮૬૯૨, ડો. અવેશ ચૌહાણ મો. ૯૮૨૪૨૪૩૨૧૮ ઉપર સંપર્ક સાધવા યાદી પાઠવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં પોરબંદર સહિત ગુજરાતભરની સિપાઈ સમાજના પ્રમુખો, આગેવાનો પણ હાજરી આપશે સાથે સાથે પોરબંદર સમસ્ત સિપાઈ જમાત, પોરબંદર છાયા નાયક સિપાઈ જમાત, પોરબંદર-છાયા સિપાઈ કુરેશી જમાત, રાણાવાવ કસ્બાતી સિપાઈ જમાત, કુતિયાણા સિપાઈ જમાતના ભાઈ-બહેનોને પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવે છે તેવી યાદી ગુજરાત સિપાઈ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો. અવેશ એ. ચૌહાણ અને ઈસ્માઈલખાન શેરવાની દ્વારા યાદી પાઠવવામાં આવેલ છે.
ઈસ્માઈલખાન શેરવાની
મો. ૯૮૯૮૯૨૩૬૬૦
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button