રશિયા પર આર્થિક પ્રતિબંધો < પશ્વિમી દેશો મુશ્કેલીમાં
રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલે છે તેની અસર દુનિયાના અર્થતંત્ર પર પડી છે. નાટો દેશ અને અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદયા છે. આનાથી કોઇ એક નહી બંને પક્ષોને આર્થિક નુકસાન થયું છે. પ્રતિબંધો મુકીને પશ્ચીમી દેશો પણ મુશ્કેલીમાં મુકાયા છે આવા સંજોગોમાં ભારત માટે વધુ એક વેપાર તક ઉભી થઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અમેરિકાને વેકયૂમ ગેસ ઓઇલ એક્ષપોર્ટ કરશે.
નવાઇની વાત તો એ છે કે વીજીએ તરીકે ઓળખાતો આ ગેસ ભારત રશિયા પાસેથી ખરીદેલો છે. અમેરિકાએ ભલે રશિયા સાથેના આર્થિક વ્યહવારો ઠપ્પ કર્યા હોય પરંતુ ભારત પાસેથી રશિયાનો મોંઘા ભાવે ગેસ ખરીદયો છે. ક્રુડ ઓઇલ અને ગેસનો ભંડાર ગણાતા રશિયાનો વિક્લ્પ શોધવા માટે પશ્ચિમી દેશો તલપાપડ રહે છે. આવા સંજોગોમાં વિશ્વમાં તેલ આયાતમાં અગ્રણી ગણાતા ભારતે રશિયા પાસેથી જરુરીયાત કરતા વધારે ક્રુડ ઓઇલ ખરીદવા માંડયું છે.
વધારાનો જથ્થો વધુ માર્જીન લઇને પશ્ચિમી દેશોને એક્ષપોર્ટ કરે છે. એક ભારતીય રિફાઇનરે કંપનીએ એક કાર્ગો વેકયૂમ ગેસ ઓઇલ ખરીદયો જેનો ભાવ પ્રતિ બેરલ ૧૦ થી ૧૫ ડોલર સુધીનો છે. આ કાર્ગો ખરીદી કરતા ઉંચા ભાવે અમેરિકા કે યુરોપમાં જાય તેવી શકયતા છે. મોટે ભાગે અમેરિકા જશે કારણે કે યુક્રેન પર આક્રમણ કર્યા પછી અમેરિકાએ મોસ્કો સાથેના આર્થિક સંબંધો કાપી નાખ્યા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button