JUNAGADH ચુંટણી: અરવિંદ લાડાણીએ ફોર્મ ભર્યું
- વિધાનસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. દરેક પાર્ટીએ મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ વિધાનસભાના ઉમેદવાર સંજય કોરડીયાએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
- માણાવદર વિધાનસભાના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો સાથે ડી.જે ના તાલે વાજતે ગાજતે શહેરની બજારમાં રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અન્વયે જૂનાગઢ જિલ્લામાં 5 વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. જેમાંની 85 માણાવદર વિધાનસભા સીટને મુખ્ય સીટ માનવામાં આવે છે.
- કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં જૂનાગઢના 2017માં ધારાસભ્ય બનેલા ભીખા જોશીને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખા જોશી લોકોની વચ્ચે રહેનારા અને લોકોના પ્રશ્નોને વાચા આપનારા વ્યક્તિ છે. તો બીજી તરફ ભાજપ દ્વારા કડવા પાટીદારના અગ્રણી અને ઉદ્યોગપતિ સંજય કોરડીયાને જૂનાગઢ વિધાનસભા બેઠકની ટિકિટ આપવામાં આવી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button