રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પોતાની હત્યા થવાનો ડર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશ્વના શકિતશાળી નેતામાંના એક ગણાય છે પરંતુ જી ૨૦ સમિટમાં તેઓ બાલી નહી જવાના હોવાની ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને રશિયાના  વિદ્વાન સેરગે મારકોવે પુતિનને હત્યા થવાનો ડર સતાવી રહયો હોવાની ટીપ્પણી કરી છે. યુક્રેનના ખોરસનમાંથી રશિયાની સેના પાછી ફરી રહી છે. આવા સંજોગો ધ સનના અહેવાલના આધારે શંકા રજૂ કરી છે.

દાવા મુજબ અમેરિકા,બ્રિટન અને યુક્રેનની સ્પેશિયલ ફોર્સેજ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાની સાજીસ રચી શકે છે. એટલું જ નહી જી ૨૦ મીટિંગ દરમિયાન તેમને અપમાનિત કારવાનું કાવતરુ રચાય તેમ હતું. એક માહિતી અનુસાર પુતિનની હત્યાની શંકા રજૂ કરનારા મારકોવ રશિયાની સરકારના સમર્થક છે.તેઓ એવી માન્યતા ધરાવે છે કે રશિયાએ જીત મેળવવી હોયતો અર્થ વ્યવસ્થાને મિલિટરી સત્તામાં ફેરવી નાખવી જોઇએ. આ પ્રકારના કડક નિયંત્રણો પુતિને લેવા જોઇએ જેમાં ૬ મહિનાથી વધુ સમયની વાર થઇ છે.

ફેકટરીઓમાં ડ્રોન્સ , કોમ્યુનિકેશન સિસ્ટમ અને મિસાઇલોનું ઉત્પાદન કરવું જોઇએ. ખેરસોનમાંથી આર્મી પરત ફરી રહી છેતેવા સંજોગોમાં રશિયામાં આંતર કલહ વધે તેવી શકયતા છે.પુતિન જી ૨૦માં ભાગ નહી લે તેની જાણકારી ઇન્ડોનેશિયા દ્વારા આપનામાં આવી હતી.ઇન્ડોનેશિયાના જોકો વિડોડો જી ૨૦ બેઠકનમી મેજબાની કરી રહયા છે. બાલીમાં સમિટની તૈયારીઓ ચાલી રહી હતી.જો પુતિને આંતરરાષ્ટ્રીય બેઠકમાં હાજરી આપી હોતતો યુક્રેન યુધ્ધ શરુ થયા પછી અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અને તેમની વચ્ચે પ્રથમ મુલાકાત હોત.