Twitte ફેક એકાઉન્ટના કારણે સબ્સક્રિપ્શન પ્રોગ્રામ સસ્પેન્ડ

ટ્વીટરના નવા માલિક એલન મસ્કે શુક્રવારે એકવાર ફરી મોટો નિર્ણય લીધો જે ફરી ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર કંપનીએ આ અઠવાડિયાની શરૂઆતમાં લોન્ચ કરેલા 8 ડોલર વાળા બ્લૂ ટિક સબ્સક્રિપ્શન પ્રોગ્રામને સસ્પેન્ડ કરી દીધો છે. કંપનીના એક સૂત્રના જણાવ્યા અનુસાર આ પ્રોગ્રામને લોન્ચ કર્યા બાદથી ફેક એકાઉન્ટની સંખ્યામાં ઝડપથી વધારો થવા લાગ્યો હતો. જેને પગલે કંપનીએ આ પ્રોગ્રામને કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.

બ્લૂ ટિક સબ્સક્રિપ્શન પ્રોગ્રામ શરૂ થતા જ ફેક એકાઉન્ટ વધવા લાગ્યા હતા. જોકે કંપનીને આમાં કંઈ વાંધો નહોતો પરંતુ છેલ્લા બે દિવસોમાં ફેક એકાઉન્ટથી એવા-એવા ટ્વીટ કરવામાં આવ્યા, જેના કારણે કંપનીએ આને બંધ કરવા માટે મજબૂર થવુ પડ્યુ. એક વ્યક્તિએ નિન્ટેંડો ઈંક નામના પ્રોફાઈલ પર બ્લૂ ટિક લીધુ અને સાચુ નામ જણાવીને સુપર મારિયોનો એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં મિડલ ફિંગર દર્શાવવામાં આવી હતી. બીજી તરફ એક શખ્સે દિગ્ગજ ફાર્મા કંપની એલી લિલી એન્ડ કંપની તરીકે વેરિફાઈ કરાવ્યા બાદ ટ્વીટ કરી કે ઈંસુલિન હવે ફ્રી છે. એક અન્ય વ્યક્તિએ Tesla Inc.નુ ફેક એકાઉન્ટ બનાવીને આ કંપનીના સુરક્ષા રેકોર્ડની મજાક ઉડાવી