ભૂલભૂલૈયા- ટૂ પછી બીજો કિસ્સો
હેરાફેરી-૩માં અક્ષય કુમારની એક્ઝિટ થઈ ગઈ છે અને તેની જગ્યા કાર્તિક આર્યને લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પરેશ રાવલની એક સોશિયલ મીડિયા કોમેન્ટ પરથી આ ઘટનાક્રમ સામે આવ્યો છે. એક ચાહકે પરેશ રાવલને હેરાફેરી-૩માં અક્ષયની જગ્યાએ કાર્તિક કામ કરે છે કે કેમ તે પૂછ્યું હતું. જેનો જવાબ પરેશ રાવલે હકારમાં આપ્યો હતો.
કાર્તિકે અક્ષયની ભૂમિકા પચાવી પાડી હોય તેવું બીજી વખત બન્યું છે. અગાઉ, ભૂલભૂલૈયાનો અક્ષયનો રોલ પણ ભૂલભૂલૈયા ટૂમાં કાર્તિકે મેળવ્યો હતો. તેની દાઝ રાખીને અક્ષય કુમારે ગોલમાલની સિક્વલમાંથી કાર્તિકને કઢાવી મુક્યો હતો. જોકે, નસીબજોગે ભૂલભૂલૈયા ટૂ સુપરહિટ થતાં કાર્તિકનો સિતારો બુલંદ બન્યો છે જ્યારે બીજી તરફ અક્ષય કુમારની ફિલ્મો ઉપરાછાપરી ફ્લોપ થઈ રહી છે.
બીજી તરફ અક્ષય કુમારના નિકટવર્તી વર્તુળો દાવો કરે છે કે અક્ષયને સ્ક્રિપ્ટ પસંદ ન હતી એટલે તેણે ફિલ્મ પડતી મુકી છે. તેમની તસવીરો નીચે લોકોએ કોમેન્ટ કરી હતી કે આ બંને એકમેકની સાથે જ રહેવાં સર્જાયાં છે. તેઓ એકબીજાના પૂરક છે. ઈશ્વર તેમને સદા સાથે રાખે તેવી પ્રાર્થના છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button