અમિતાભની ‘ઊંચાઈ’ સ્ક્રિન પર થઈ રિલીઝ

અમિતાભ બચ્ચન, અનુપમ ખેર તથા બોમન ઈરાની સહિતના કલાકારોની નવી ફિલ્મ ‘ઊંચાઈ’ માત્ર ૪૮૩ સ્ક્રીન પર રિલીઝ થઈ છે.

અગાઉ અમિતાભની ‘ચહેરે’ ૧૨૦૦ સ્ક્રીન પર રિલીઝ થઈ હતી અને ત્યારે કોરોના અંગેના નિયંત્રણો અમલમાં હતાં. દેખીતી રીતે જ ‘ઊંચાઈ’ની સ્ક્રીન બહુ ઓછી છે.

અત્યારે મોટાભાગે મોટાં પ્રોડકશન હાઉસની ફિલ્મો ઓછામાં ઓછાં બેથી ત્રણ હજાર સ્ક્રિન પર રિલીઝ થાય છે.

મલ્ટીપ્લેક્સીસને પણ ૧૧ વાગ્યા પછી જ આ ફિલ્મના શો ગોઠવવા જણાવાયું છે.

રાજશ્રી પ્રોડક્શન હંમેશાં તેની ફિલ્મોનો મર્યાદિત સ્ક્રીનમાં જ રજૂ કરે છે. ‘મૈને પ્યાર કિયા ‘ તો ૫૦થી પણ ઓછી સ્ક્રીન પર રિલીઝ થઈ હતી. ‘હમ આપકેં હૈ કૌન’ પણ જુજ સ્ક્રીન પર રિલીઝ કરાઈ હતી.

જોકે, ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર ઓછી સ્ક્રીન પર રિલીઝ કરવા પાછળ હાલની બોલીવૂડની મંદી પણ કારણભૂત છે. થિયેટર્સ ઊંચા ભાવે ફિલ્મ લેવા કે ઝાઝી સ્ક્રીન એક ફિલ્મ પાછળ રોકવા તૈયાર નથી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.