અનુષ્કાની જેમ આલિયા પણ દીકરીનો ચહેરો છૂપાવશે
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પોતાની દીકરીનો ફોટો ક્યાંય પ્રગટ ના થાય તેની તકેદારી લેવા માંડી છે. તેમણે દીકરીને રમાડવા આવનારા મહેમાનોને આ બાબતે ખાસ તાકીદ કરી છે.
રણબીર તથા આલિયાએ તમામ સ્વજનો તથા નજીકના મિત્રોને પણ જણાવ્યું છે કે તેઓ બેબીનો ફોટો લેવાનો આગ્રહ ના ર ાખે અને ફોટો લીધો પણ હોય તો તે ક્યાંય શેર ના કરે. તેઓ હાલ દીકરીનો ફોટો ક્યાંય સોશિયલ મીડિયામાં પ્રગટ થાય તેમ ઈચ્છતા નથી.
આ ઉપરાંત આલિયાને મળવા આવનાર દરેક મહેમાનને તેઓ કોવિડ નેગેેટિવ છે તે સુનિશ્ચિત કર્યા બાદ જ ઘરે આવવા જણાવાયું છે.
રણબીર અને આલિયા આ બાબતે વિરાટ અને અનુષ્કાને અનુસરી રહ્યાં છે. તેમણે પણ ક્યાંય સુધી પોતાની દીકરીની તસવીરો ઓનલાઈન લીક ના થાય ેતેની તકેદારી રાખી હતી. જોકે, મેચ માટે આવતાં જતાં વિરાટે તેડેલી દીકરીની તસવીરો ઓનલાઈન પ્રગટ થઈ જ ગઈ હતી. તે વખતે વિરાટે ફોટોગ્રાફર્સને વિનંતી કરી હતી કે તેઓ દીકરીની તસવીર લેવાનું રહેવા દે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button