સિદ્ધાંત વી સૂર્યવંશીનું જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક
ટીવી સ્ટાર સિદ્ધાંત વી સૂર્યવંશીનું જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવતાં મોત થયું છે. આ એક જ સરખી પેટર્ન પર યુવા કલાકારના મોતના વધુ એક બનાવથી મનોરંજન ઉદ્યોગ હચમચી ગયો છે. તાજેતરના સમયમાં રાજુ શ્રીવાસ્તવ, કન્નડ એક્ટર પુનિત રાજકુમાર, એક્ટર અબિર ગોસ્વામી, બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લા સહિતની સેલિબ્રિટી આ રીતે નાની વયે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે.
કુસુમ, વારિસ તથા સૂર્યપુત્ર કર્ણ જેવી સિરીયલોથી જાણીતો સિદ્ધાંત શુક્રવાર સવાર સુધી તો એકદમ નોર્મલ હતો. તેણે તેના કેટલાક ફ્રેન્ડઝ સાથે ચેટિંગ પણ કર્યું હતું. જોકે, જીમમાં કસરત કરતી વખતે અચાનક તે ફસડાઈ પડયો હતો. તેનો ટ્રેનર તેને હોસ્પિટલ લઈ ગયો હતો. પરંતુ, તે પહેલાં તેનું અવસાન થઈ ગયું હતું.
સિદ્ધાંતના પરિવારમાં પત્ની એલેશા રાઉત તથા બે સંતાનો છે. આ ઉપરાંત આગલાં લગ્નથી પણ તેને એક દીકરી છે.
સિદ્ધાંતના મોતથી ટીવી ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો જય ભાનુશાળી શાલીન મલ્હોત્રા તથા અન્ય સ્ટાર્સ આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. આનંદ સૂર્યવંશીના નામે પણ જાણીતા સિદ્ધાંતે કુસુમ સિરિયલથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ડગ માંડયાં હતાં. કસૌટી ઝિંદગી કી, ક્રિષ્ણા અર્જુન, ક્યા દિલ મેં હૈ જેવી અનેક સિરિયલોમાં તેણે કામ કર્યું હતું.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button