સૌમ્યા ટંડન : નિવૃત્ત કલાકારની આર્થિક સલામતીનું શું?

હજુ ત્રણેક મહિના પહેલાં જ ‘ભાભીજી  ઘર પર હૈ!’ સીરિયલના  અભિનેતા  દીપેશ ભાનનું ઓચિંતું જ બ્રેઈન હેમરેજ  થતાં તેમનું નિધાન થયું. આ ઘટનાથી  કલાકાર- વિશ્વમાં આઘાતનો આંચકો લાગ્યો. સર્વત્ર  સન્નાટો  છવાઈ ગયો કેમ કે દીપેશ ભાને હજુ ૨૦૧૯માં જ લગ્ન કર્યાં હતાં અને તેનો દોઢ વર્ષની બાળકી  પણ છે.  આટલું  ઓછું હોય તેમ તેણે લોન લઈને ફ્લેટ લીધો હતો. તેણે રૂા. ૫૯ લાખ ભરવાના હતા. આ વાત જાણ્યા પછી  સ્વાભાવિક  રીતે જ તેમના પરિવાર પર તો આભ તૂટી પડયું છે. અત્યંત મુશ્કેલ ઘડી  આવી છે ત્યારે  અભિનેત્રી  સૌમ્યા  ટંડને  આ વાત સોશ્યિલ મીડિયા પર શેર કરી હતી.  આ માટે તેણે એક ફંડ શરૂ કર્યું અને  લોકોને  ફાળો આપવાની અપીલ કરી જેથી દીપેશનો પરિવાર  તેના ફ્લેટની લોન ચુકાવી શકે.  ફિલ્મોદ્યોગમાંથી  ઘણાં આગળ આવ્યા,  ટીવી જગતના લોકોએ  દિલ ખોલીને સહાય કરી અને નાણાંકીય સમસ્યા  જલ્દી ઉકેલાઈ ગઈ. સૌમ્યા ટંડને અત્યંત  ખુશખુશાલ થતાં  જણાવ્યું  કે લોકોને મદદ માટે આગળ આવતા જોઈને  ખૂબ આનંદ થયો.  આ વાતને શેર કરતાં સૌમ્યા  કહે છે, ‘કલાકારો માટે અન્ય નોકરી કરતાં નોકરિયાતો માટે જે રીતે પીએફ જેવું ફંડ  અને પેન્સન હોય છે, એવી કોઈ સુવિધા કે જોગવાઈ હોતી નથી. તેમની આવક  તો પ્રોજેક્ટ્સ  આધારિત હોય છે અને તે ઘણીવાર  અનિયમિત  હોય શકે છે, તે તેમનું  બાકીનું જીવન   મુશ્કેલ બનાવે છે.  તેથી, એ મહત્ત્વપૂર્ણ  છે કે તેમના કાર્યસ્થળેથી  તથા સહકાર્યકરો મદદ કરે. જ્યારે મેં દીપેશના અવસાન પછી ફંડ શરૂ કર્યું ત્યારે  નિર્માતા  બિનિફર  કોહલી સૌથી પહેલાં આગળ   આવ્યા અને તેમણે  દિગ્દર્શક  અને સેટ પરના કલાકારો તથા સીઆઈએનટીએએ  તેમ જ ચેનલ પાસે મદદ માટે  આગળ આવવાની અપીલ કરી.  અને  મોટું ભંડોળ તો લોકો પાસેથી  પણ આવ્યું.  હું લોકોને  કાયમ વિમો લેવા કહું છું.  દાખલા તરીકે આરોગ્ય  વીમો, હોમ લોન ઈન્સ્યોરન્સ  વગેરે. આ બધુ અત્યંત  મહત્ત્વનું છે. અરે, મેં તો મારા સ્ટાફના  દરેક જણા વીમો  ઉતરાવે એ માટે અને એ  સુનિશ્ચિત  કરવા મૈં મારાથી શરૂઆત કરી હતી.

સૌમ્યાને  પણ  લાગે છે કે  ટેલિવિઝન  અને  ફિલ્મ  સમુદાયના  સભ્યો માટે ઘણું બધું કરવાની જરૂર છે.  સૌમ્યા  કહે છે, ‘ઘણી વેળા  એવો સમય હોય છે  કે જ્યારે  કલાકારો  અને તેમના  પરિવારજનોને આર્થિક  જરૂરિયાતની આવશ્યક્તા  પડે છે.  કેટલીકવાર  આપણે વયોવૃદ્ધ  અભિનેતાઓને  પણ નાણાંકીય  મદદની જરૂર  ઊભી થાય છેે. મને લાગે છે કે અન્ય વ્યવસાયોની જેમ,  આપણી પાસે  પણ આવા  ફંડ અથવા  પેન્સન  સિસ્ટમ હોવી જોઈએ  જેથી અંતે  તો જરૂરતમંદ લોકોને  મદદ મળશે.  આ ઉપરાંત  વ્યક્તિગત  સ્તરે પણ આપણે  આપણી આસપાસના લોકોને મદદ કરતાં  રહેવું જોઈએ,  જેમને તેની  જરૂર હોય.’

તાજેતરમાં  જ, ‘મેંરે  સાંઈ’ સીરિયલની  અભિનેત્રી  અનાયા  સોનીને તેની કીડની  બદલવા માટે નાણાંની  જરૂરિયાત  ઉદ્ભવી.  અનાયાની  વાત કરતાં સૌમ્યા  કહે છે, ‘અનાયા  કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ એ અંગે વાત કરવી પણ અત્યંત  દુઃખદ છે. મને આશા  છે કે આવા અત્યંત  મુશ્કેલ  સમયમાં  તેના મિત્રો, પરિવારજનો અનેસાથીદારોએ મદદ કરી હશે.  એમ કહીને કોઈ મદદ  કરવા  બંધાયેલું નથી, પણ અમે  એકબીજાને મદદ કરી શકીએ છીએ અને એકબીજાને  સાથ આપી શકીએ છીએ.’

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.