અજય જાડેજાની નીડર અને કડક કોમેન્ટ
ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજય જાડેજાએ ભારતની વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં હાર બાદ કડક શબ્દોમાં પ્રતિભાવ આપ્યો હતો કે, ‘હું જે કહીશ તે કેટલાકને અને વિશેષ કરીને રોહિત શર્માને નહિ ગમે. પણ તે પણ ખેલદિલથી તે સ્વીકારશે.’
તે પછી જાડેજાએ ઉમેર્યું હતું કે, ઘરમાં એક જ વડીલ હોય તો ઘર સારી રીતે ચાલે અને વડીલના નેજા હેઠળ જ રહી બધા પરિવારની ભાવના વિકસાવી શકે. રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન જરૃર જાહેર થયો છે પણ છેલ્લા વર્ષમાં ટીમ જોડે સતત રહ્યો જ નથી અને સાથી ખેલાડીઓ જોડે જરૃરી સંવાદિતા જ સાધી નથી શક્યો કેમ કે આરામ આપવાના કારણસર ભારતીય ક્રિકેટ બોર્ડે જ તેને અમુક અમુક શ્રેણીમાં બ્રેક આપ્યો છે. આ જ કારણે ભારતની વન-ડેની કેપ્ટન્સી ધવન કરે છે તો અમુક ટી-૨૦ શ્રેણીમાં હાર્દિક પંડયા, તેને આરરામ જોઈએ તો પંતને પણ કેપ્ટન બનાવાય છે. તેવી જ રીતે બુમરાહ અને કે.એલ. રાહુલ પણ કેપ્ટન તરીકે હાજર છે.
જાડેજાનું કહેવાનું તાત્પર્ય એમ છે કે રોહિત શર્મા સતત ટીમ સાથે રહીને રમે તો પરસ્પર જોડાણ અને સંઘભાવના કેળવાય.
આ જ જુદા જુદા કેપ્ટન્સ જ્યારે રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ રમે ત્યારે એક જ કેપ્ટન નીચે ચાર કેપ્ટન રમતા હોય તેવી સ્થિતિ સર્જાતી હોય છે.
કેપ્ટન ભારતની ટીમ તરફથી રમતી વખતે આરામને પ્રાધાન્ય નથી આપતો તેવો મેસેજ પણ ખેલાડીઓને જાય તે જરૃરી છે. હવે તો કોચ દ્રવિડ પણ બ્રેક લે છે અને લક્ષ્મણને હાજર કરી દેવામાં આવે છેે. અન્ય ટીમો આ પ્રકારે તેમના કેપ્ટનને આરામ આપવા માટે સતત બદલાવ કરતી નથી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button