રાજ કુન્દ્રાનો ઉકળાટ<શર્લિન ચોપરા સમાજનું મોટું દૂષણ
અગાઉ રાજ કુન્દ્રા તથા સાજીદ ખાન પર આરોપો કરી ચુકેલી શર્લિન ચોપરા પોતે અશ્લીલ કન્ટેન્ટ બનાવે છે તેવો આરોપ રાજ કુન્દ્રાએ કર્યો છે. શર્લિન અગાઉ પોર્ન કેસ વખતે રાજ સામે આરોપો કરી ચુકી છે. તેણએ રાજ ઉપરાંત તેની પત્ની શિલ્પા શેટ્ટી સામે પણ ઠગાઈ તથા માનસિક યાતનાનો કેસ કર્યો હતો. તેણે સાજીદ ખાન સામે પણ મી ટૂના આક્ષેપો કર્યા હતા. રાજ કુન્દ્રાએ ટ્વિટર પર શર્લિન સામે જ મોરચો ખોલ્યો હતો. રાજના આરોપ અનુસાર શર્લિન પોતે અન્યો પર જાતીય દુરાચારના આક્ષેપો કરે છે પરંતુ એ પછી પણ તેણે કેટલુંક અશ્લીલ કન્ટેન્ટ બનાવ્યું છે તેના માટે કોણ જવાબદાર છે. વાસ્તવમાં શર્લિન જેવા લોકો સમાજનું દૂષણ છે. તેની વહેલામાં વહેલી તકે ધરપકડ થવી જોઈએ.
શર્લિને તાજેતરમાં બિગ બોસમાં સાજીદ ખાનની એન્ટ્રીનો પણ વિરોધ કર્યો હતો અને સલમાન ખાન સાજીદને છાવરી રહ્યો હોવાનો આરોપ પણ મુક્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button