સ્વદેશી વેક્સિનના સંઘર્ષની કથા
‘કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મની ભારે સફળતા બાદ હવે વિવેક અગ્નિહોત્રીએ ‘ધી વેક્સિન વોર ‘ ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં સ્વદેશી વેક્સિનના નિર્માણની સંઘર્ષ ગાથા હશે.
કોરોના કાળ વખતે વિદેશી કંપનીઓ ઉપરાંત ભારતના જ કેટલાક લોકોએ સ્વદેશી વેક્સિનનાં નિર્માણમાં અવરોધો સર્જવા પ્રયાસ કર્યા હતા.
પરંતુ, તે બધા પડકારોને ઝીલીને ભારતીય વૈજ્ઞાાનિકોએ સ્વદેશી વેક્સિનનું નિર્માણ કર્યું હતું. આ સમગ્ર સંઘર્ષને આ ફિલ્મમાં આવરી લેવામાં આવશે.
ફિલમ હિંદી ઉપરાંત અંગ્રેજી તથા તેલુગુ, તામિલ, મલયાલમ, કન્નડ, ભોજપુરી, પંજાબી, ગુજરાતી, મરાઠી અને બંગાળી સહિતની ૧૦ ભાષાઓમાં આવતી ૧૫મી ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે.
વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો હતો કે આ એક પ્યોર સાયન્સ ફિલ્મ હશે. પોતે, જુદી જુદી વિજ્ઞાાન સંશોધન સંસ્થાઓને વિજ્ઞાાનીઓને મળીને તેમની પાસેથી માહિતી તથા સમજણ કેળવીને આ ફિલ્મ બનાવી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button