કોંગ્રેસ ફૂંકી ફૂંકીને ચાલે છે, વધુ ૪૬ નામોની યાદી અર્ધી રાત્રે બહાર પાડી

ભાજપ ભલે ગમે તે કહે પરંતુ પહેલી ૪૩ અને હવે ૪૬ નામોની યાદી જોતાં, કોંગ્રેસ ગુજરાતમાં માત્ર લડવા ખાતર ચૂંટણી લડતી હોય તેવું નથી લાગતું. નામોની યાદીમાં ૧૭ ઉમેદવારો ચાલુ સત્ર ના ધારાસભ્યો છે અને જે નવા ચહેરા છે તે પૈકીના મોટા ભાગના છેલ્લા દોઢ વર્ષથી વિસ્તારોમાં કામ કરતા ચહેરાઓ છે, બંને યાદી જોતાં એટલું ચોક્કસ માની શકાય કે ભાજપ માટે ચૂંટણી આસાન નથી.

પરિણામો સુધી ચૂંટણી જંગ રોમાંચક બનશે. હજુ અડધી યાદી બાકી છે, જેમાં કેટલાક દલબદલ ચહેરા, નવા ચહેરા, યુવા ચહેરા અને મહિલા ચહેરાઓને તક મળી શકે છે. ભાજપે જીતુ લાલને ઉમેદવાર જાહેર ન કરતાં અશોક લાલનું નામ કોંગ્રેસમાં ચર્ચામાં હોવાનું જાણવા મળે છે.

વધુ ૪૬ ઉમેદવારોનું લિસ્ટ