મતદાન અને તંત્ર: ૩૦ દિવસની મહેનત એક દિવસ માટે, જાણો ખાસ અહેવાલ
ચૂંટણી ભલે નેતાઓ લડતા હોય, મતદારના એક મતથી સરકાર ભલે બદલતી કે બગડતી હોય પરંતુ ચૂંટણી થાય છે કેવી રીતે ? દરેક મતદારે અને નેતાઓએ આ જાણવું જરૂરી છે.
ચૂંટણી ધમાલમાં એક એક મતદારોને મળવાની અને ચૂંટણી પરિણામોના કયાસ કાઢવાની મન્સા સાથે પત્રકાર સર્વત્ર વિચરતા હોય છે, એવા જ એક વિચરણમાં આ હકીકત એબીટુના કેમેરામાં કેદ થઈ ગઈ. ભાણવડ થી પોરબંદર જતી આ ટીમે તેનો પ્રવાસ સાંજે ૧૭:૪૫ સે ભાણવડથી શરૂ કર્યો.


પહેલા માળે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અશોક શર્મા, બીજા માળે આસીસ્ટન્ટ રિટર્નીંગ ઓફિસર અને પ્રાંત અધિકારી કે. જે. જાડેજા, નાયબ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેકટર હેતલ જોશી, મામલતદાર હિરવાણીયા, નાયબ મામલતદાર રામદેભાઇ, નવલસિંહ, મીરાબેન, મનીષ રાઠોડ, કેશુ ઓડેદરા સહિત નો સ્ટાફ અને અધિકારીઓ ચૂંટણી કામગીરીમાં ઓતપ્રોત જોવા મળ્યા.
મતદાર જયારે એમ વિચારતો હોય કે ઓય વોય ચૂંટણી એટલે શું ? મતદાનના દિવસે મત આપવાનો અને કામ પૂરું!! પરંતુ અમે પ્રકાશ પાડવા માંગીએ છે કે તટસ્થ અને ન્યાયપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે તંત્ર કેટલો ભોગ વેઠે છે. જાણે કે આ બધાજ માણસ ન હોતા યંત્રો હોય!! માર્ગો પર પોલીસ જવાન, હંગામી ચોકીઓ પર ફ્લાઇંગ સ્કવોડ અને તેની ટીમ, ઓફિસોમાં અધિકારીઓ અને કર્મચારીઓ, આ બધા જ તનતોડ મહેનત કરે છે ત્યારે જ મતદાર નિર્ભિક પણે મતદાન કરી શકે છે, શહેરો અને ગ્રામ્ય શહેરોમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગમાં ખુદ જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ વડા, વિસ્તારોના ડિવાયએસપી, ડિવિઝનોના પોલીસ ઇન્સ્પેક્ટરો, સ્ટેશનોના પોલીસ સબ ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલોની આખી ફોજ દરેક મતદારને અહેસાસ કરાવે છે કે નિર્ભીકપણે મતદાન કરજો, જેને ફાવે તેને મત આપજો, જેવી ગમતી હોય તેવી સરકાર ચૂંટજો તંત્ર તરીકે અમે તમારી સેવામા તૈનાત છીએ.

ચૂંટણીની કામગીરીમાં વહીવટીતંત્ર એ ચુનિંદા સૈનિકોની પસંદગી કરી હોય છે, આવી ટીમ પસંદ કરવામાં જવાબદારી ન નિભાવવા અને માત્ર મોજશોખ માટે નોકરી કરતાં, લાપરવાહ, બેજવાબદાર કે બહાના કાઢીને આલા અધિકારીઓને સમજાવી લેતા હોય તેવા કર્મચારીઓ ચુનિંદા સૈનિક તરીકે પસંદગી નથી પામતા. આ સિવાય ટીમ બહાર કેટલાંક એવા કર્મચારીઓને પણ પસંદ કરવામાં નથી આવતા જેઓ જેતે વિભાગનું કામ નિષ્ઠા અને ઈમાનદારીથી કરતાં હોય છે.


ચૂંટણી સમયે ફરજ પર વહેલી સવારે સાત વાગ્યાથી રાત્રીના નવ કલાક સુધી કાર્યરત ટીમના પ્રતાપે જ દરેક જિલ્લાઓમાં શાંતિપૂર્ણ એક દિવસનું મતદાન યોજાય છે, આ એક દિવસને સાર્થક કરવા તંત્ર ઓછામાં ઓછા ત્રીસ દિવસ કઠોર મહેનત કરતું હોય છે. મતદારોએ સરકાર બનાવવા મતદાન કરવું જ જોઈએ પરંતુ ખરેખર તો તંત્રની આ ત્રીસ દિવસની મહેનતની કદર કરવા “મતદાન” ખાસ કરવું જોઈએ, ચૂંટણીપંચનો આ અવસર એ દરેક મતદારનો ‘અવસર’ છે.





व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button