જેની મુંછે લીંબુ લટકતા એ ભાજપે ઉતારી નાંખ્યા, ભાજપના લીંબુ મજબુરી એ ઉતાર્યા ?

સૌરાષ્ટ્રમાં નવા ચહેરા ભાજપની મજબુરી હતી, તો કદાવર ૨૧ ઉમેદવારોને ભાજપે ઘરે બેસાડીને દબદબાનો પરીચય આપ્યો છે.

ગુજરાતમાં રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં ભાજપએ મોટાભાગના નવા ચેહરા જાહેર કરી અને તમામ સમીકરણો બદલી નાખ્યા છે જુના જોગીઓને ઘરે બેસાડી દીધા છે. રાજકોટમાં ચારેય સીટ પર નવા ચહેરા જાહેર કરી અને ભાજપે કોઈ રિસ્ક લીધું નથી. આંતરિક જૂથવાદને ખાળવાનો મોટો પ્રયાસ કર્યો છે. જામનગરની વાત કરીએ તો રિવાબાને ટિકિટ આપી પૂનમ બેને લોબીગ કર્યું હતું જેથી તેની સાંસદની સીટ પણ અકબંધ રહે. તો સૌરાષ્ટ્રમાં પક્ષ પલટા કરનાર કોંગ્રેસના નેતાઓને પણ ભાજપે ટીકીટ આપી અને બેઠક સિક્યોર કરી છે જેમાં કુંવરજીભાઈ સવાર ચાવડા ભગા બારડ જેવા નેતાઓને ટિકિટ આપી કોઈ જાતનું રીસ્ક લીધું નથી.

જુનાગઢ ભાવનગર અમરેલીમાં ભાજપે અનેક નવા ચહેરાઓને તક આપી છે. જુના જોગીઓ નારાજ ન થાય પહેલેથી જ તેની પાસે ચૂંટણી ન લડવાના જાણે શપથ લેવડાવી લીધા હોય અને તમામને જીતાડવાની બાહેધરી પણ લીધી છે. સૌરાષ્ટ્રમાં ક્યાંક અંશે હજી સંઘનો દબદબો જોવા મળી રહ્યો છે સંઘના પાયા રાજકોટ સૌરાષ્ટ્ર થી નખાયા હતા શંખ સાથે કનેક્શન ધરાવતા અનેક લોકોને ભાજપે ટીકીટ આપી અને પાર્ટીથી મોટું સંઘ છે તેવું મહદંશે સાબિત કરી દીધું છે. તો મોરબીમાં મોટી હોનારત થઈ તેનું રાજકારણ ફેરવવા કાંતિ અમૃતિયાને ટિકિટ આપી અને મંત્રી કક્ષાના કાપી નાખ્યા છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી જુના જોગીઓનો ભારે દબદબો હતો પરંતુ હવે આ દબદબો દૂર કરી એક નવી જ ભાજપની પ્રણાલી ઉભી કરવાનો ભાજપે તખ્તો ગોઠવ્યો છે. સૌરાષ્ટ્ર હર હમેશાં રાજકારણની પાઠશાળા રહી છે તો હવે સૌરાષ્ટ્રમાંથી ભાજપ નવા રાજકારણના પાઠ ભણાવશે. અત્યાર સુધી વિજય રૂપાણી વજુભાઈ જેવા જૂથ સક્રિય હતા તેના નજીકના ઓને ટિકિટ મળતી પરંતુ સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકોમાં હાઈકમાન્રડે સીધો રસ લઈ અનેક ગણિત ફેરવી નાખ્યા છે. જોકે બેઠકો જાહેર થતાં ભાજપમાં ઘણો આંતરિક ગણગણા છે અને જૂના ચહેરા ઘણા નારાજ પણ જોવા મળી રહ્યા છે.