ટીકીટ કપાણી એ અમારા સંપર્કમાં, અમને છોડી ગયેલાઓને ભાજપે ટીકીટ આપી: કોંગ્રેસ
ભાજપની પહેલી યાદીમાં વડોદરામાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કપાયા, મહિલા મંત્રી નિમિષા વકીલને રિપીટ કરવામાં આવ્યાં છે. બીજી તરફ સુરતના વરાછામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા સામે ભાજપે કુમાર કાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ અમદાવાદમાં ભાજપે બે વેવાઈને ટીકિટ આપી છે. સુરતમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઓફિસ બહાર ઉજવણી શરૂ થઈ ગઈ છે, જ્યારે લિંબાયતમાં ભારે વિરોધ છતાં સંગીતા પાટીલને રીપિટ કરવામાં આવ્યાં છે. બીજી તરફ કોંગ્રેસના નેતા આલોક શર્માએ કહ્યું હતું કે, ભાજપે જેમની ટીકિટ કાપી છે એમાંથી ઘણા લોકો અમારા સંપર્કમાં છે. પહેલી યાદીમાં અમારા પક્ષપલટુઓ જ જોવા મળ્યાં છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારમાં એલિસ બ્રિજ બેઠક પરથી શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને જમાલપુર બેઠક પરથી ભૂષણભટ્ટના નામની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ મેયર અને શાસક પક્ષના નેતા રહી ચૂકેલા અમિત શાહ અને પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા ભુષણ ભટ્ટ બંને એકબીજાના વેવાઈ થાય છે. ભૂષણણભટ્ટની પુત્રી મિકીતાના લગ્ન અમિત શાહના પુત્ર રુચિર શાહ સાથે થયેલા છે. બંને નેતાઓ વચ્ચે પારિવારિક સંબંધ બંધાયેલો છે. ભૂષણ ભટ્ટ અને અમિત શાહ બંને અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં પણ હોદ્દા પર છે. અમિત શાહ શહેર પ્રમુખ છે જ્યારે ભૂષણ ભટ્ટ મહામંત્રી છે. ભૂષણ ભટ્ટ વર્ષ 200 થી 2015 સુધી કોર્પોરેટર રહી ચૂક્યા છે અને વર્ષ 2012 માં જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા ત્યારબાદ વર્ષ 2017માં પણ તેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેઓ કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા સામે હારી ગયા હતા અત્યારે ફરી એકવાર જમાલપુર બેઠક પરથી તેઓને ટિકિટ આપવામાં આવી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button