ભાજપના ૧૬૦ ઉમેદવાર ડીકલેર, કમાન મોદી-શાહના હાથમાં, દબંગ મધુ કપાયા

  • 84 કપાયા, 76 રિપિટ, 14 મહિલા, 4 ડોક્ટર, 4PhD, મધુ શ્રી વાસ્તવ સિવાય તમામ દબંગ ફાવી ગયા

જરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકોનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ભાજપે દરેક મોરચે પોતાની તાકાત લગાવી દીધી છે. ખાસ કરીને 2024ની લોકસભાની ચૂંટણીનો પાયો ગુજરાતમાંથી નાખવામાં આવશે.

આ વખતે ભૂપેન્દ્ર નરેન્દ્રની વાત તાજેતરમાં પીએમએ તેમના પ્રવાસ દરમિયાન કહી હતી. આ સાથે તેમને તેમનો જ જીતનો રેકોર્ડ તોડવાનો આગાઝ કર્યો છે ત્યારે મોટા ફેરફારો આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને કરી છે. રિપીટ, નો રિપીટ થીયરી જ અલગ જ નીતિ ભાજપે અપનાવી છે.

બીજેપીમાં 38ના પત્તા કપાયા, 69 રિપિટી હજુ પણ 22 નામો જાહેર કરવાના બાકી છે. ખાસ કરીને 182માંથી 160 નામો સત્તાવાર જાહેર કરાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ અપાઈ છે. જેમાં 13 એસસી અને 24 એસટી ઉમેદવારો તેમજ અન્ય અનુભવીઓના નામો સામેલ છે. 4 ડૉક્ટર 4 પીએચડી ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચારમાં આગામી સમયમાં જોડાશે. ગુજરાત ભાજપના પ્રચાર પ્રદર્શનની સતત સમીક્ષા તેઓ કરી રહ્યા છે.

રૂપાણી સરકારના મંત્રીઓમાંથી કેટલાક ઘર ભેગા
કેટલાક ઉમેદવારોને રિપીટ કરવા તરફ સકારાત્મક વિચાર રખાયો છે. આ ઉપરાંત ઘર ભેગા થયેલા રૂપાણી સરકારના મંત્રીઓને પણ તેમની ભૂતકાળની ગતિવિધિઓ પર નજર રાખવા અને તેમની પક્ષ પ્રત્યેની વફાદારી અને કામગીરીનો વ્યક્તિગત અહેવાલ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી અને તેના આધારે ભાજપે ટિકિટ ફાળવી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.