વિચારો આપણી શક્તિનો વ્યય કરે, ધર્મે જ આપણને કર્તવ્ય શીખવ્યું છે
આમ સત્ય ધર્મે જ આપણને કર્તવ્ય શીખવ્યું છે, ત્યાગ શીખવ્યો છે, એમાં જ આપણો સ્વ ઉપકાર પણ છે. પોતાનું અને બીજાનું ભલું કરવું આ રીતે બંન્નેના ભલા માટે જાતથી ઘસાવું એનું નામ જ સત્ય ધર્મ. એમ આપણાં વેદે કહ્યું છે.
પશુ અને માણસમાં કેટલીક બાબત સમાન છે, પણ કેટલીક બાબત માનવ જીવનમાં વિશેષ છે, એ વિશેષતાઓ માની એક વિશેષતા માણસની સત્ય સ્વરૂપ ધર્મ ભાવના જેની માણસને પોતાના જ આત્મામાંથી જ સદાય સત્યની પ્રેરણા થતી જ રહે છે, અને તેનો સ્વીકાર કરીને ચાલવું અને વર્તવું એ જ સત્ય ધર્મ બને છે.
માણસને પરમાત્માએ જુદા જુદા ઢાંચામાં ઢાળ્યો છે, અને એના હૃદય કમળમાં આત્મિક સત્ય સ્વરૂપ સદભાવના અને સતભાવના મૂકી છે, સત સ્વરૂપ વિવેક મુકેલ છે, અને સત્ય સ્વરૂપ અનુકંપા મૂકી છે, તેથી જ માણસ કોઈનું દુઃખ જોઈ નથી જ શક્તો. અને દુઃખી માણસનું દુઃખ નિવારવા સતત પ્રયત્ન શીલ રહે છે, એટલે માણસના જીવનમાં ભોગ વાસના જ નહીં, પણ સત્ય ધર્મની વાસના પણ મૂકી છે. અને સત્ય ધર્મની પ્રેરણા પણ માણસમાં ઘણી બળવાન છે. જે આપણે જ્યારે આત્મિક સત્યમાં સ્થિર થઈને સત્યનું આચરણ કરીએ છીએ ત્યારે અનુભવ થાય છે. અનુભૂતિ થાય છે. આમ આત્મિક સત્ય ધર્મના આચરણ દ્વારા માણસ પોતાની તૃષ્ણા કામના આસક્તિ મોહ મમતા અહંકાર રાગદ્વેષ ક્રોધ વગેરેને અંકુશમાં રાખવાની વૃત્તિ માણસમાં ઉત્તરોત્તર વધતિ જ રહી છે, આજ માનવ જીવનની વિશેષતા છે, આમ સત્ય સ્વરૂપ આત્મિક ધર્માચરણ માટે જ માણસનો જન્મ મળેલ છે, માટે સત્ય ધર્મ અને આત્મિક સત્ય વિહીન જીવન જ વ્યર્થ છે, એટલું જાણો.
આમ સત્ય ધર્મ એ એક નિર્મળ અને પરિશુધ્ધ માણસનું આત્મિક તત્ત્વ છે, આમ માણસે પોતાની માણસાઈ વધારવી એ જ સત્ય ધર્મનું મુખ્ય પ્રયોજન છે. સત્ય ધર્મ એટલે આત્મિક સત્યનું આચરણ અને અનુસરણ કરી પરોપકાર કરવો એજ સત્ય ધર્મ બને છે, એમાં જ મનુષ્ય દેહની સાર્થકતાનો પુરુષાર્થ છે.
આમ જયા ધર્મમાં સત્ય સ્વરૂપ પરોપકાર નથી. લાવ લાવની વૃત્તિ જ છે, સ્વાર્થ છે, અસત્ય છે, ભ્રમ ભય અને ભ્રમજાળનો ફેલાવો છે. અંધશ્રધ્ધા છે, અંધ વિશ્વાસ નું સામ્રાજ્ય છે. અને જયા કર્તા ભાવ અને ભોકતા ભાવની ચિત્તમાંથી મુક્તિ જ નથી, ત્યાં સત્ય આધારિત ત્યાગ પણ નથી, જ્યાં સત્ય આધારિત ત્યાગ નથી ત્યાં સત્ય ધર્મની હસ્તી જ નથી, એટલું જાણો.
– તત્વચિંતક વી પટેલ
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button