ગુજરાત ઈલેક્શન 2022 : રીવાબાને ટીકીટ, હકુભાને નહી ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે ત્યારે હવે ચાર દિવસ બાદ જ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તેવામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જામનગરમાંથી ભારતીય જનતા પાર્ટીએ ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટીકીટ આપી છે. ભાજપે હકુભાની જગ્યાએ રીવાબાને ટીકીટ ફાળવી હતી.
આ બેઠક પર ટીકીટ માટે ગઈકાલે જ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જો આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી હકુભા જાડેજાને ટીકીટ નહીં આપે તો ભારતીય જનતા પાર્ટી આ બેઠક ગુમાવી દેશે ગુજરાતમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં વધુ ને વધુ બેઠક જીતવા માટે એવા ઉમેદવારોને ઉભા રાખી રહી છે લોકોમાં તેમની નામના અને પ્રખ્યાતિ વધુ હોય. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પ્રસિદ્ધિ વિશ્વ લોકપ્રિય છે અને રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી લોકો વચ્ચે રહીને કાર્ય કરી રહ્યા હતા જેથી ભારતીય જનતા પાર્ટીએ તેમના પર વિશ્વાસ મુક્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે દિવસ સુધી દિલ્હી ખાતે ચાલેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ ઉમેદવારોને ટીકીટ આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે મોડી રાત્રે ઉમેદવારોને ફોન કરીને જાણકારી આપી હતી કે તેમની ટીકીટ ફાઇનલ થઇ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થયા બાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14મી નવેમ્બર છે ત્યારે હવે ઉમેદવારોને ચાર દિવસ જેટલો જ સમય મળ્યો છે.
નોંધનીય છે કે ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનાની 1 તારીખે અને 5મી તારીખે મતદાન થવાનું છે અને આ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની સાથે 8મી તારીખે જાહેર થશે. ગુજરાતમાં વિધાસનભાની ચૂંટણીને લઈને હવે છેલ્લા ચરણનું પ્રચાર થઇ રહ્યો છે. ગુજરાતમાં 8મી ડિસેમ્બરે ખ્યાલ આવી જશે કે કોની સરકાર બનશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button