વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાન

શ્રી દાદા ભગવાન જ્ઞાાની પુરુષ તરીકે આ જગતમાં પૂજનીય છે. આજે દાદા ભગવાનની ૧૧૫મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે. આવો આપણે ફરી એકવાર પુજ્યદાદા ભગવાનનાં દિવ્ય જીવનની વાતો વાગોળીએ.

પુજ્ય શ્રી ભગવાનનું મૂળ નામ શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ. પૂજ્ય શ્રી દાદાનો જન્મ ૭ નવેમ્બર ૧૯૦૮ વડોદરા પાસેના તરસાલી ગામ થયો હતો. તેમના પિતા શ્રી મૂળજીભાઈ, માતા શ્રી ઝવેર બા, પત્ની હીરાબા. બાળપણથી જ દાદા દિવ્ય લક્ષણો ધરાવતા હતા. મેટ્રિક સુધી ભણ્યા, લગ્ન થયા. અભ્યાસકાળમાં શાળામાં ભણતા સમયે પણ દ્રષ્ટિમાં આધ્યાત્મિક વિચારો જ પ્રગટ થતા. ગણિત વિષય ભણતા ભણતા પણ આ સંસારમાં અવિભાજ્ય તો ભગવાન જ છે તેનું જ્ઞાાન બાળપણમાં જ ઉદ્ભવ્યું હતું. લગ્ન સમયે પણ મંડપમાં માથેથી સાફો ખસ્યો ને વિચાર આવ્યો કે લગ્નનું એન્ડ રીઝલ્ટ શું ? રંડાપો !!! વૈરાગ્યનો કેવો અદભુત વિચાર.

૨૨ મે વર્ષે શ્રીમદ રાજચંદ્રનું પુસ્તક વાંચવામાં આવ્યું. ત્યારથી આત્માની ખોજ ચાલુ થઈ. તે પૂરી થઈ ૧૯૫૮માં જુન ૧૯૫૮ની સમી સાજે ૬ વાગ્યાના સમયે સુરતના ધમધમતા, ભીડવાળા રેલવે સ્ટેશનને પ્લેટફોર્મ નંબર ત્રણના બાંકડા પર બેઠેલા શ્રી અંબાલાલ મુળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા દાદા ભગવાન સંપૂર્ણપણે પ્રગટ થયા. એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું. દાદા શ્રી કહે છે કે અમને બટ નેચરલ કુદરતી રીતે આ જ્ઞાાન પ્રગટ થયું. તેઓ દિલના સાચા હતા અને છૂટવાની કામના હતી. તેથી સમ્યકત્વ જેવું કંઈ થશે તેવો ભાવ રહેતો. પણ આ તો પૂર્ણ અજવાળું થઈ ગયું. લોકોની પુણ્યાયી હશે, વિશ્વનું કલ્યાણ થવાનું હશે તે આ અજાયબ જ્ઞાાની પ્રગટયા.

આ જગત કોણે બનાવ્યું ? જો જગત ભગવાને બનાવ્યું તો ભગવાનને કોણે બનાવ્યા ? જગત અનાદિ અનંદ છે. ભગવાન બીજે ક્યાંય નથી જીવ માત્રની અંદર રહેલા છે. અનંત અવતારથી પોતે પોતાનાથી જ ગુપ્ત રહેલો છે. પોતે કોણ છે તે જાણવા માટે આ અવતાર છે. તેમના અદભુત સિધ્ધ થયેલા જ્ઞાાનપ્રયોગથી દાદાજી અન્યને પણ દ્રષ્ટિ નિર્મળ, સમ્યક્ કરી આપતા. તેઓ કહેતા કે બીજનો ચંદ્ર તમારી અંદર પ્રગટ થયો. હવે પૂનમ સુધી તમે દ્રષ્ટિથી પુરુષાર્થ કરીને પહોંચી શક્શો.

તેઓ શ્રી સ્વયં પ્રત્યેકને દાદા ભગવાન કોણ છે તેનો ફોડ પાડતા કહેતા કે આ દેખાય છે તે દાદા ભગવાન ન્હોય. દાદા ભગવાન તો ૧૪ લોકનો નાથ છે. તે તમારામાંય છે. બધા જીવ માત્રમાં છે. પણ તમારામાં વ્યક્ત થયેલા નથી. તમારામાં અવ્યક્ત રૂપે રહેલા છે અને અહીં સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે. હું પોતે દાદા ભગવાન નથી મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું નમસ્કાર કરું છું. આ વિજ્ઞાાન હજારો વર્ષોથી ઢંકાઈ ગયું હતું. આવરાઈ ગયું હતું તે વિજ્ઞાાન દાદાજીએ ફરી જગત સમક્ષ ખુલ્લું કર્યું. જગતના જીવોને શાતા મળે એવી દૃષ્ટિ આપી. અહીં નથી સંસાર છોડવાનો. નથી ઘર છોડવાનું. નથી કોઈ વસ્તુ છોડવાની. કંઈજ ત્યાગ કરવાનું નથી. તે છતાંય અંતઃકરણમાં મુક્તિ, નિરાકૂરતા વર્તાય એવું અજવાળું આ વિજ્ઞાાન થકી થયું. આજે આ કળિયુગમાં આ વિજ્ઞાાન અનંત જીવોને ખુબ ખુબ ઉપકારી બન્યું છે. જે જીવોને ખરેખર જગતમાંથી છૂટવું છે પોતાના સ્વરૂપને, આત્માને ઓળખવો છે તેને માટે તો ખૂબ સહાયરૂપ છે. આ વિજ્ઞાાનના પથ પર ચાલતા જીવોને ક્યાં કોઈ નડતું નથી અને આખુ જગત જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં બધું જ નિર્દોષ અને હિસાબ રૂપે જ દેખાય છે. દાદાશ્રી પોતે જે અનુભવ કરી રહ્યા હતા તે જ અનુભવો આજે પણ આ કાળના વર્તમાન સમય અનંત વ્યક્તિઓને થઈ રહ્યો છે. સંત પુરુષનો ભેટો થવો અતિ દુર્લભ છે. અને જો ભેટો થાય ઓળખાણ પડવી એનાથી પણ મુશ્કેલ છે. દાદાની જગત કલ્યાણની ભાવના ખૂબ ઊંચી હતી. તે ગૃહસ્થીને પણ આ વિતરાગ વિજ્ઞાાન આપી મોક્ષનું કામ કાઢી લેવાનું કહેતા. કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં જે લેવલે બેઠા હોય ત્યાંથી ઉપરના પગથીયે આગળ ઉંચે જાય તેવું આ વિજ્ઞાાન છે.

દાદાશ્રી એ ત્રિમંત્ર આપીને સંસારના બધા જીવોને ભેગા કરીને એક જૂથ બનાવ્યા છે. સંસારમાં વૈષ્ણવ સંપ્રદાય, શીવ સંપ્રદાય અને જૈન સંપ્રદાયને એક જૂથ કર્યા છે.

આવા હળહળતા કળયુગમાં આવું અલૌકિક વ્યક્તિત્વ આપણને જોવા મળ્યું. તેમના જીવનની હકીકત જાણવા મળી અને જ્ઞાાની કેવા હોય તે જાણવા મળ્યું. આપણે કેવા ભાગ્યશાળી કે આપણી વચ્ચે પૂર્ણ જ્ઞાાની આવ્યા. અને આપણે એમની પાસે વિજ્ઞાાન પામ્યા. સામાન્ય માણસ જેવું તેમનું જીવન હતું. પણ તેમની અંદર સમજણ અસામાન્ય માણસ જેવી હતી. મોક્ષ જતા સંસાર નડતો નથી પણ અણસમજ અને અજ્ઞાાન નડે છે. એ જ અનુભવ જ્ઞાાન સંસારિયોને આપીને જ્ઞાાની ચાલ્યા ગયા. આ કાળનું અદભુત આશ્ચર્ય જ્ઞાાની પુરુષ દાદા ભગવાને કે જેમના પ્રાગટય એ એક અકલ્પનીય આધ્યાત્મિક ક્રાંતિ સર્જાઈ. કુદરતની બલીહારી તો જુઓ આપણને સંસારમાં વ્યવહાર કરતા કરતા પણ નિર્ભય બનાવ્યા. દાદાશ્રીનો દેહ વિલય ૨ જાન્યુઆરી ૧૯૮૮માં થયો. ૮૦ વર્ષનું આયુષ્ય પૂરું થયું અને મુક્તિ પંથે આગળ વિહરી ગયાં.

અંબાલાલ મુળજીભાઈ પટેલ તરીકે તેમનું જીવન શરૂ થયું અને પોતે જ્ઞાાન દશાથી જ્ઞાાની પુરુષ થઈને દાદા ભગવાન સ્વરૂપ સુધી પહોંચી શક્યા. આવો દાદો નહીં મળે. આવું દાદાનું જ્ઞાાન નહીં મળે. અને આવું જીવન ચરિત્ર પણ જાણવા નહીં મળે. અદભુત અદ્ભતુ અદ્ભુત.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.