પાકિસ્તાનની નબળાઈ,સેમીફાઈનલમાં ટીમ ‘લાચાર’
ટી20 વર્લ્ડકપ-2022ની સેમીફાઈનલમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમની ટક્કર ન્યુઝીલેન્ડ સામે થશે. આ બંને દેશો વચ્ચેની મેચ આવતીકાલે બુધવારે સિડનીમાં રમાશે. તો પાકિસ્તાન માટે પણ વર્લ્ડકપની અગાઉની મેચો કપરી રહી છે. પાકિસ્તાન પાંચ મેચોમાંથી ત્રણ મેચ હારી છે. મહત્વની બાબત એ છે કે પાકિસ્તાન નબળી ગણાતી ઝિમ્બાબ્વેની ટીમ સામે પણ એક મેચ હારી છે. પોઈન્ટ ટેબલમાં ગ્રૂપ-2માં પાકિસ્તાન 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે તો ન્યૂઝીલેન્ડની ટીમ ગ્રૂપ-1માં 7 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. આ વર્લ્ડકપની મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તેથી કહી શકાય કે ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવવી પાકિસ્તાન માટે ખુબ મુશ્કેલ બની શકે છે. તો પાકિસ્તાનની ચાર એવી નબળાઈઓ છે, જેનો લાભ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ લઈ શકે છે.
પાકિસ્તાનની 4 નબળાઈ
- પાકિસ્તાનની પ્રથમ નબળાઈની વાત કરીએ તો ઓપનિંગ જોડીનું પર્ફોમન્સ ખુબ જ ખરાબ જોવા મળી રહ્યું છે. ભારત સામે આ જોડી માત્ર એક રન જ બનાવી શકી હતી. બાબર-રિઝવાને ઝિમ્બાબ્વે સામે 13 રન ઉમેર્યા હતા. તો નેધરલેન્ડ સામે આ જોડી માત્ર 16 રન જ ઉમેરી શકી હતી. ઓપનિંગ જોડીએ દક્ષિણ આફ્રિકા સામે 4 રન ઉમેર્યા હતા. બાંગ્લાદેશ સામે આ જોડીએ 57 રનની ભાગીદારી કરી હતી, પરંતુ 57 રન બનાવવા માટે 63 બોલનો સામનો કરવો પડ્યો હતો.
- મિડલ ઓર્ડર પાકિસ્તાન ટીમની બીજી નબળાઈ છે. ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, મોહમ્મદ હરિસની એવરેજ 30 પણ નથી. ઉપરાંત આ મિડલ ઓર્ડરમાં નિયમિત સારી ઇનિંગ્સ પણ જોવા મળી નથી, જેના કારણે મિડલ ઓર્ડરને વિશ્વાસપાત્ર માની શકાય નહીં.
- પાકિસ્તાનની ત્રીજી નબળાઈ એંકર બેટ્સમેનની ગેરહાજરી છે. જે રીતે ભારત પાસે વિરાટ કોહલી છે, તેમ પાકિસ્તાન પાસે વિરાટ જેવો કોઈ બેટ્સમેન નથી. શાન મસૂદે ચોક્કસપણે સારું પ્રદર્શન કર્યું છે, તેની એવરેજ 40થી વધુ છે પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 115 છે.
- ફિલ્ડિંગ પાકિસ્તાન ટીમની ચોથી સૌથી મોટી નબળાઈ છે. કેચથી લઈને ગ્રાઉન્ડમાં ફિલ્ડિંગ સુધી પાકિસ્તાની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. જો તે સેમિફાઇનલમાં કેચ છોડશે તો ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનને કોઈ તક આપશે નહીં.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button