વિશ્વની સૌથી મોટી લીગ, BCCIએ બનાવ્યો પ્લાન
IPLના નવા અધ્યક્ષ અરૂણ ધૂમલે દાવો કર્યો છે કે, વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આગામી પાંચ વર્ષમાં વિશ્વની સૌથી મોટી રમત લીગ બની જશે. તેમણ કહ્યું કે નવી યોજનાઓ સાથે આગળ વધવું એ સમયની જરૂરિયાત છે અને IPL વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ લીગ બની ન શકવાનું કોઈ કારણ નજરમાં આવ્યું નથી. ધૂમલે વધુમાં કહ્યું કે, આગામી સમયમાં આઈપીએલ અત્યાર કરતા ઘણી મોટી જોવા મળશે અને તે વિશ્વની નંબર વન સ્પોર્ટ્સ લીગ બની જશે. અમે IPLમાં નવી બાબતો જોડવાની યોજના બનાવી રહ્યા છીએ. જો આપણે આઈપીએલનો શેડ્યૂલ અગાઉથી જ તૈયાર કરી લઈએ તો દુનિયાભરના પ્રશંસકો શેડ્યૂલ મુજબ પોતાનો કાર્યક્રમ તૈયાર કરી શકે છે.
હાલમાં IPL વિશ્વની બીજી સૌથી મોંઘી લીગ
BCCIએ 2023-2027 સીઝન માટે રેકોર્ડ રૂ. 48,390 કરોડમાં મીડિયા રાઈટ્સ વેચ્યા હતા. આ સાથે જ તે વિશ્વની બીજી સૌથી મોંઘી સ્પોર્ટ્સ લીગ બની હતી. હાલમાં વિશ્વની સૌથી મોંઘી સ્પોર્ટ્સ લીગ NFL છે. IPL 2023થી 2027 માટે ટીવી રાઇટ્સ ડિઝની હોટસ્ટાર દ્વારા અને ડિજિટલ રાઇટ્સ રિલાયન્સ (વાયકૉમ)એ ખરીદ્યા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button