ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૭ નવેમ્બરથી વન ડે શ્રેણી
ટી-૨૦ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયેલા ઓસ્ટ્રેલિયાએ તો આગામી ક્રિકેટ કાર્યક્રમની તૈયારીઓ શરૃ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા હવે ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે ત્રણ વન ડેની શ્રેણી રમવાનું છે અને તે માટેની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી તારીખ ૧૭મી નવેમ્બરથી શરૃ થશે. જ્યારે બાકીની બે વન ડે ૧૯મી અને ૨૨મીએ રમાશે.
ઈંગ્લેન્ડ બાદ વિન્ડિઝની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. જ્યાં બંને ટીમ વચ્ચે બે ટેસ્ટની શ્રેણી રમાશે. શ્રેણીનો પ્રારંભ ૩૦મી નવેમ્બરથી શરૃ થનારી પર્થ ટેસ્ટથી થશે. જ્યારે બીજી ટેસ્ટ ૮ ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ ટીમમા માર્કસ હેરિસને પાછો બોલાવ્યો છે.
વન ડે ટીમ : કમિન્સ (કેપ્ટન), વોર્નર, ગ્રીન, કૅરી, હેડ, લાબુશૅન, અગર, હેઝલવૂડ, મિચેલ માર્શ, મેક્સવેલ, સ્મિથ, સ્ટાર્ક, સ્ટોઈનીસ અને ઝામ્પા.
ટેસ્ટ ટીમ : કમિન્સ (કેપ્ટન), વોર્નર, સ્મિથ, બોલેન્ડ, કૅરી, ગ્રીન, હેરિસ, હેઝલવૂડ, હેડ, ખ્વાજા, લાબુશૅન, લાયન, સ્ટાર્ક.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button