આપની 13મી યાદી જાહેર, કથાકારોના કટ્ટર પ્રેમી ઈટાલીયાનું નામ સામેલ

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 13મી યાદી જાહેર કરી છે. સુરતની કતારગામ બેઠક પરથી ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપવામાં આવી છે. એ સહીતના વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

અબડાસા – વસંત ખેતાની
ધાનેરા – સુરેશ દેવડા
ઉંઝા – ઉર્વશી પટેલ
અમરાઈવાડી – વિનય ગુપ્તા
આણંદ – ગિરિશ શાંડલિયા
ગોધરા – રાજેશ પટેલ
વાઘોડીયા – ગૌતમ રાજપુત
વડોદરા સિટી – જિગર સોલંકી
માંજલપુર – વિનય ચાવડા
કારંજ – મનોશ સોરઠીયા
મજુરા – પીવીએસ શર્મા
કતારગામ – ગોપાલ ઈટાલિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આમ આદમી પાર્ટી દ્વારા એક પછી એક પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને પણ સુરતના કતારગામ વિધાનસભાથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ ઉમેદવાર તરીકે પસંદગી કરવા બદલ આમ આદમી પાર્ટીનો અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીનો અને ‘આપ’ના સીએમ પદના દાવેદાર ઇસુદાન ગઢવીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને સુરતમાં હવે આમ આદમી પાર્ટીની આઠ સીટ આવશે તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગોપાલ ઈટાલિયાએ આજે સુરતના માંગરોળમાં રોડ શો કર્યો હતો.

કેજરીવાલે આપ્યા અભિનંદ
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૩મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ! બસ હવે તો પરિવર્તન જોઈએ જ!