આતંક પર અમિત શાહ ની નવી પટકથા , IB અધિકારીઓ સાથે બેઠક
કેન્દ્રિય ગૃહ મંત્રાલયના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, ગૃહમંત્રીએ બુધવારે આઇ.બી. સહિત જાસૂસી સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક દિલ્હીની બહાર અજ્ઞાાત સ્થળે યોજી હતી. તેમાં દેશની આંતરિક સુરક્ષા નિશ્ચિત કરવા માટે સઘન ચર્ચા કરાઇ હતી. દેશની સુરક્ષા સ્થિતિ, આતંકવાદી ખતરા તથા કેન્દ્રિય અને રાજ્યોની એજન્સીઓ વચ્ચે સંકલન સાધવા વિષે પણ ગંભીર વિચારણા કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બરમાં એનઆઈએ સહિત કેટલીએ એજન્સીઓએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ) સામે જબરજસ્ત કાર્યવાહી કરી તેના સેંકડો કાર્યકર્તાઓ અને નેતાઓની ધરપકડ કરી હતી.
સમાચાર સંસ્થા એએનઆઈ જણાવે છે કે આ બેઠક કોઈ ગુપ્ત સ્થળે સવારના ૧૧ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલી હતી. તે અંગે એક વરિષ્ટ અધિકારીએ કહ્યું હતું કે, ગૃહમંત્રીએ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા, જાસુસી નેટવર્ક અને અન્ય મુદ્દાઓ પર વાતચીત કરી હતી. જેથી દેશમાં આંતરિક સુરક્ષા મજબૂત બની શકે.
આ મંત્રણામાં આતંકવાદ દ્વારા ઊભા થતા ખતરા, વૈશ્વિક આતંકી સંગઠનો, આતંકીઓને મળતી આર્થિક સહાય, નાર્કો આતંકવાદ, અપરાધિક સાંઠગાંઠ, સાઇબર સ્પેસનો દુરુપયોગ, આતંકીઓની ગતિવિધિઓ વિષે ચર્ચા થઈ હતી. આ મંત્રણામાં કેટલાયે અધિકારીઓ સામેલ હતા. તેમાં ગૃહ સચિવ, અજય ભલ્લા અને આઈબીના વડા તપન કેકા પણ સામેલ હતા.
સપ્ટેમ્બરમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) સહિત કેટલીએ એજન્સીઓએ સંકલિત રીતે તપાસ અભિયાન ચલાવ્યું હતું અને તેમાં પીએફઆઈના ૧૦૬ કાર્યકરોની ધરપકડ કરી હતી. પીએફઆઈના પ્રમુખ ઓએમએ સલામની પણ ધરપકડ કરાઈ હતી. તેની ઉપર આતંકી ગતિવિધિઓને કહેવાતું સમર્થન આપવાનો આક્ષેપ હતો.
પીએફઆઈ ઉપર એકી સાથે ૧૫ રાજ્યોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં એનઆઈએ પ્રવર્તતા નિર્દેશાલય (ઇડી) અને સ્થાનિક પોલીસ દળે સંકલિત કાર્યવાહી કરી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button