સૂર્યકુમાર ટી-૨૦ બેટ્સમેનોમાં ટોચ પર , કોહલી ટોપ-૧૦માંથી બહાર

સૂર્યકુમાર યાદવે ટી-૨૦ના બેટ્સમેનોના રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતુ. જ્યારે કોહલીને ટોપ-૧૦ બેટ્સમેનોમાંથી સ્થાન ગુમાવવું પડયું હતુ. શ્રીલંકાનો સ્પિનર હસારંગા ટી-૨૦ના બોલરોમાં ટોચના સ્થાને પહોંચ્યો હતો. ટી-૨૦ વર્લ્ડ કપમાં સૂર્યકુમારે પાંચ મેચમાં  આશરે ૨૦૦ના સ્ટ્રાઈકરેટથી ૨૨૫ રન ફટકાર્યા છે.

ભારતીય બેટસમેન સૂર્યકુમારે ૮૬૯ રેટિંગ પોઈન્ટસ સાથે ટોચનું સ્થાન જાળવ્યું હતુ. ન્યુઝીલેન્ડનો કોન્વે બીજા સ્થાને છે. જ્યારે પાકિસ્તાનનો બાબર ચોથા ક્રમે અને રાહુલ પાંચમા સ્થાને છે. કોહલી નવા રેન્કિંગમાં ૧૧માં સ્થાને છે અને રોહિત ૧૮માં ક્રમે છે.

ફાસ્ટ બોલર અર્ષદીપ ૨૩માં ક્રમે આવી પહોંચ્યો હતો. જ્યારે અશ્વિન પાંચ સ્થાનનો જમ્પ લગાવીને ૧૩માં ક્રમે આવી પહોંચ્યો હતો.