કોંગ્રેસના દિગ્ગજો ભાજપમાં જોડાતા ચિંતિંત, તાબડતોડ ખાનગી બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે તેમના જ નેતાઓને સંભાળવા મૂશ્કેલ બની ગયું છે ત્યારે એક જ લિસ્ટ હજુ જાહેર થયું છે તેવામાં ટપોટપ મોટા નેતાઓ રાજીનામાં આપીને કેસરીયો કરી રહ્યા છે.ત્યારે આ અન્ય નેતાઓની નારાજગી પણ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક અંદરખાને જોવા મળી રહી છે ત્યારે બીજી યાદી પણ બહાપ પડે તેવી આજે શક્યતા છે તેવામાં  કોંગ્રેસના દિગ્ગજો તાબડતોડ અમદાવાદમાં ખાનગીમાં બેઠક બોલાવી છે.

કોંગ્રેસના નેતાઓ છેલ્લી ઘડીએ અમદાવાદના ખાનગી બંગલોમાં બેઠક યોજી છે. આ બેઠકમાં ઈ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, ન્દ્રનીલ રાજ્યગુરુ, સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા છે. આ ઉપરાંત આહીર સમાજના મોટા આગેવાનો પણ બેઠકમાં પહોંચ્યા છે.

જીવરાજ પાર્કમાં ખાનગી બંગલામાં મીટીંગનો દોર શરુ થઈ ગયો છે. કોંગ્રેસમાં રહેલી અંદરો અંદરની દખલગિરી અને નેતાઓ વચ્ચેની નારાજગીને દૂર કરવા માટે બેઠક મળી છે. કેમ કે, કેટલાક ભાજપમાંથી આવતા ટિકિટની શરતે આવ્યા હોવાનો ભય પણ કેટલાક નેતાઓમાં છે તેવામાં કોંગ્રેસના નેતાઓ હવે ખાનગી બંગલોમાં બેઠક કરી રહ્યા છે. પોતાના વિશ્વાસુ લોકોને ટિકિટ આપવા મામલે પણ ચર્ચા થઈ શકે છે.  આ સમયે આ બંગલોમાં પક્ષના કાર્યાલયથી પરિચિતો અને અન્ય સ્થળોએ ઉમેદવારોને બોલાવીને રણનીતિ ઘડી રહ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસમાં આ વખતે પણ ગત વખતની જેમ એકસાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ પેદા થઈ છે ત્યારે ગઈકાલે મોહનસિંહ રાઠવા બાદ આજે તલાળાના ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે ત્યારે મોટા દિગ્ગજો જે અત્યાર સુધી જીતતા આવ્યા હતા તેઓ જ ભાજપમાં જોડાતા કોંગ્રેસને ફટકો પડી શકે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.