દાવેદારોની ઉંઘ હરામ, ભાજપની યાદી તૈયાર ? ૫૦ નામ જાહેર થવાની વકી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે ફાઇનલ ઉમેદવાર નામોની યાદી પર દિલ્હીમાં ભાજપ દ્રારા મહામંથન કરવામાં આવશે.જેને લઇને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આજની બેઠકમાં કેટલાક નામો પર પૂર્ણવિરામ મૂકવામાં આવશે. તો કેટલાકના સિતારા ચમકી જશે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર આજે શોર્ટ લિસ્ટેડ યાદી પર મંજૂરીની મહોર લાગ્યા બાદ આવતીકાલે ૫૦ જેટલા નામોની યાદી જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દિલ્હી ખાતેના નિવાસ્થાને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં મેરેથોન બેઠક યોજાઇ હતી આ બેઠક દરમિયાન ઉમેદવારોની શોર્ટ લિસ્ટ યાદી તૈયાર કરી દેવામાં આવી છે આજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક દિલ્હી ખાતે મળનાર છે જેમાં રાષ્ટ્ર્રીય અધ્યક્ષ ચેપીડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના આગેવાનો હાજરી આપશે જેમાં તમામ બેઠકો પર નક્કી થયેલા નામોની તબક્કા વાર મનોમંથન કરવામાં આવશે આ મહામંથન બાદ નામોની યાદી જાહેર કરાશે રાજકીય રચના ના ભાગપે સહેજ પણ કાચું કપાય નહીં તેવા પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે આગામી બે ત્રણ દિવસ કેટલાક ઉમેદવારો માટે મહત્વના રહેશે પરિણામે કભી ખુશી કભી ગમ નો માહોલ સર્જાય તો નવાઈ નહીં.

વર્તમાન મંત્રીમંડળમાંથી પણ કેટલાક મંત્રીઓને ટિકિટ થી બાકાત કરવામાં આવશે તો કેટલાકના સિતારા બુલદં થશે તાજેતરમાં જેમના ખાતા છીનવાયેલા છે તેવા રાજેન્દ્ર ત્રિવેદી પૂર્ણેશ મોદી અને વિનુ મોરડીયા ના મોખરે હોવાનું ચર્ચા એ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવનાર ધારાસભ્યોને અગાઉથી જ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ટિકિટ આપવાનું અને જીતાડવા માટેનું કમિટમેન્ટ કરી દેવાયું છે એમાં ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલ, વિસાવદરના હર્ષદ રીબડીયા, સાણંદના કનુભાઈ પટેલ, સિદ્ધપુરમાં બળવંતસિંહ રાજપુત ,ભિલોડામાં કેવલ જોષીયારા છોટાઉદેપુરમાં મોહનસિંહ રાઠવા ના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ના નામ નિશ્ચિત મનાય રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્રારા ગુજરાતમાં વિક્રમે બેઠકો જીતવા માટે થઈને એક પછી એક કોંગ્રેસીઓનું ભાજપીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં ગઈકાલે સાત સાત ટર્મથી ચૂંટાઈ રહેલા મોહનસિહ રાઠવાએ કોંગ્રેસને અલવિદા કહીને કેસરિયો ભગવો ધારણ કર્યેા છે તેની પાછળ તેમનો પુત્ર રાજેન્દ્ર રાઠવા અને ભાજપમાંથી ટિકિટ આપવા માં આવશે. હાલ નિશ્ચિત માનવામાં આવતા નામોની યાદીમા ભુપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી જીતુભાઈ વાઘાણી જગદીશ પંચાલ ઋષિકેશ પટેલ જીતુભાઈ ચૌધરી મનીષા વકીલ નિમિષા સુથાર નો સમાવેશ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્રારા ૫૦ જેટલા નામોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે જેની જાહેરાતને ગણતરી ના કલાકો જ બાકી રહ્યા છે.