સાધનો વધુ અને શાંતિ અલ્પ, તન કરતાં મન વધુ મહત્વનું

સંસ્કૃત સાહિત્યમાં કેટલીય વાર એવા શબ્દ પ્રયોગો નિહાળવા મળે છે કે જેમાં અલગ અલગ શબ્દો સાથે ‘તર’ અથવા ‘તમ’ શબ્દ જોડાયા હોય. ઉદાહરણરૂપે લઈએ એક પ્રસિદ્ધ શબ્દ ‘તીવ્ર’. આ તીવ્ર શબ્દ પરથી સંસ્કૃત સાહિત્યમાં ‘તીવ્રતર’ અને ‘તીવ્રતમ’ શબ્દપ્રયોગો નિહાળવા મળે છે. સંસ્કૃત વ્યાકરણની દૃષ્ટિએ તર અને તમ બન્ને તદ્ધિતપ્રત્યયો છે. સરખામણીરૂપે ‘બેમા વધારે’ આવો અર્થ દર્શાવવા માટે તર પ્રત્યય લાગે અને ‘સૌથી વધારે’ આવો અર્થ દર્શાવવો હોય તો તમ પ્રત્યય લાગે. જેમ કે ‘તીવ્રતર’ શબ્દનો અર્થ થાય બેમાં વધારે તીવ્ર અને ‘તીવ્રતમ’ શબ્દનો અર્થ થાય સૌથી વધારે તીવ્ર.

મન પહેલી બે બાબતો કરતાં વધુ મહત્વનું કેમ છે એનાં એક-બે કારણો વિચારીએ. જોકે, આમાં સ્વજનની તો વિશેષ હેસિયત જ ન હોવાથી આપણે તન અને મન વચ્ચે વિચારણા કરીશું: પહેલી બાબત એ કે મન વિના માત્ર તનથી-દેહથી થતાં પાપ કે પુણ્યનું ફળ જબરજસ્ત હોતું નથી એમ જૈન શાસ્ત્રો કહે છે. એના મુકાબલે દેહ વિના માત્ર મનથી થતાં પાપ કે પુણ્યનાં ફળ બહુ જબરજસ્ત હોય છે. જૈન પરંપરામાં, જેને મનની શક્તિ નથી મળી તેવા જીવોને અસંજ્ઞાી કહેવાય છે. આ અસંજ્ઞાી જીવો કાયાથી ગમે તેટલા પાપો કરે તો ય એનાં ફળરૂપે એ વધુમાં વધુ પ્રથમ નર્કે જ જાય. જ્યારે જે સંજ્ઞાી જીવો છે તે કાયાની પ્રવૃત્તિનાં સ્તરે કોઈ પાપ કર્યા વિના માત્ર મનના વિચારોનાં સ્તરે પાપો બાંધી સાતમી નર્કે જઈ શકે છે. આ એમ દર્શાવે છે કે તન કરતાં મન વધુ બળવાન છે. એ જ રીતે શુભનાં-પુણ્યનાં ક્ષેત્રે પણ તન કરતાં મન વધુ બળવાન પુરવાર થાય છે. બીજું કારણ એ છે કે અસંજ્ઞાી અર્થાત્ મન વિનાની અવસ્થાનાં જન્મો આપણે જેટલા વ્યતીત કર્યા છે એની સરખામણીમાં સંજ્ઞાી અર્થાત્ મન સહિતનાં જન્મો અતિ અલ્પ પ્રાપ્ત કર્યા છે. જે ચીજ અતિ અલ્પ મળે એ દુર્લભ જ હોય એ સમજી શકાય તેવી વાત છે. આ બન્ને કારણે નજરમાં રાખીએ તો એ વાત પુરવાર થઈ જાય કે માત્ર તન કરતાં મન વધુ મહત્વનું બલવત્તર છે. એથી એની સાચવણી માટે વિશેષ સાવધાન રહેવું જોઈએ.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.