નીતિશ કુમાર કેવી રીતે આપશે BJPને પડકાર

બિહારના મુખ્યંત્રી નીતિશ કુમાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં PM મોદીને પડકાર આપતા જોવા મળશે કે કેમ તે અંગે ફરી એક વખત સસ્પેન્સ ઉભુ થયું છે. જનતા દળ યુનાઈટેડ (JDU) અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) ના  ગઠબંધનની જાહેરાત 24 કલાકની અંદર તેને અનુલક્ષીને સવાલો ઉભા થઈ ગયા છે. BTPના સ્થાપક છોટુભાઈ વસાવાએ સોમવારના રોજ નીતિશ કુમારની પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી ત્યારે તેમના પુત્ર મહેશ વસાવાએ એમ કહીને અટકળોને વેગ આપ્યો છે કે તેઓ ગઠબંધન વિશે જાણતા નથી. તેમણે એમ કહીને પોતાના પિતાના નિર્ણય પર પણ સવાલો ઉઠાવ્યા હતા કે તેમની પાર્ટીમાં કોઈપણ નિર્ણય લોકશાહી અને દરેકની સહમતિથી જ લઈ શકાય છે. ત્યારે છોટુભાઈ વસાવા હજુ પણ પોતાની વાત પર અડગ છે. આવી સ્થિતિમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે પિતા-પુત્ર નીતિશના નામ પર સહમત થાય છે કે નહીં અને જો તેમ ન થાય તો શું JDU એકલા હાથે લડવાની જાહેરાત કરશે?

વાસ્તવમાં, JDU અને BTP વચ્ચે ગઠબંધનની જાહેરાત બન્ને પાર્ટી તરફથી કરવામાં આવી ચૂકી છે. BTPના સંસ્થાપક છોટુભાઈ વસાવાએ જાતે નીતિશ કુમારની પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. આ દરમિયાન, તેમના પુત્ર અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ કહ્યું હતું કે તેમને આ અંગે કોઈ જાણકારી નથી. તેમણે JDU સાથે ગઠબંધન પરના પ્રશ્ન પર કહ્યું હતું કે, ‘તમે શેના વિશે વાત કરી રહ્યા છો, મને ખબર નથી કે શું કહેવામાં આવ્યું છે. હું બે દિવસ માટે બહાર હતો, મને નથી ખબર કે હકીકત શું છે. BTPમાં લોકશાહી છે.’ તેમણે એ પણ કહ્યું હતું કે પાર્ટીનું સંસદીય બોર્ડ આ પ્રકારના નિર્ણયો લે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.