બોલીવૂડની હોટ સેલિબ્રિટી મલાઈકા અરોરાનો દીકરો એક્ટિંગ નહીં પરંતુ દિગ્દર્શનમાં વધારે રસ ધરાવે છે. તેણે કેટલીક ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ પણ શરુ કરી દીધું છે. અરહાને વિદેશમાં ફિલ્મ મેકિંગની વિધિસરની તાલીમ પણ લીધી છે અને હજુ પણ તે જુદાં જુદાં સેગમેન્ટમાં પોતાનાં કૌૈશલ્યોમાં ઉમેરો કરવા માટે અભ્યાસ કરતો રહે છે. થોડા સમય પહેલાં તેણે કરણ જોહરની એક ફિલ્મમાં તેના સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.
બોલીવૂડ સ્ટાર્સનાં સંતાનો ફિલ્મ મેકિંગની પ્રાથમિક બાબતો શીખવા માટે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે શરુઆત કરતા હોય છે. સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાને પણ કરણ જોહરનાં પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. અરબાઝ ખાન હવે રવિના ટંડનની મુખ્ય ભૂમિકા ધરાવતી ‘પટણા શુક્લ’ નામની ફિલ્મ બનાવી રહ્યો છે. તેમાં પ્રોડક્શનની ઘણી મોટી જવાબદારી અરહાન સંભાળવાનો છે.