ત્રીજા દિવસે પણ રાજકોટ જિલ્લામાં આઠ બેઠકમાં એક પણ ફોર્મ ન ભરાયું

૨:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૭૬ ફોર્મનો ઉપાડ: શુક્ર અને સોમવારે ઘસારો થશે

આજે બપોરે ૨.૦૦ વાગ્યા સુધીની સ્થિતિમાં આશરે ૭૬ ફોર્મ ઉપડા હોવાનું જિલ્લા ચૂંટણી તત્રં દ્રારા જણાવવામાં આવ્યું છે. જો કે એકપણ નામાંકન ફોર્મ હજુ સુધી ભરાઈને આવ્યું નથી. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લાની આઠ વિધાનસભાની ચૂંટણીઓ મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાનું ચૂંટણી તત્રં હાલ સતત ખડેપગે કામગીરી કરી રહ્યું છે.

વિધાનસભા બેઠકોની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારભં થઈ ચૂકયો છે. તારીખ ૫ થી ફોર્મ ભરવાનું શ થયું છે રવિવારની રજાને બાદ કરતા ત્રણ દિવસમાં હજુ સુધી આજે બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં એક પણ ફોર્મ ભરાયું નથી. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ શનિ–રવિ રજા છે અને તેના કારણે શુક્ર તથા સોમવારે ફોર્મ ભરવામાં ધસારો થાય તેવું લાગે છે. બુધ અને ગુવારે પણ થોડા ઘણા ફોર્મ ભરાશે તેવું જણાય છે.

આજે ૬૮–રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે ૦૮ ઉમેદવારી ફોર્મ, ૬૯–રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે ૦૩ ફોર્મ, ૭૦–રાજકોટ દક્ષિણ વિધાનસભા માટે ૧૦ ફોર્મ, ૭૧–રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા બેઠક માટે ૦૩ ફોર્મ, ૭૨–જસદણ વિધાનસભા બેઠક માટે ૨૧ ફોર્મ, ૭૩–ગોંડલ વિધાનસભા બેઠક માટે ૧૧ ફોર્મ, ૭૪–જેતપુર વિધાનસભા માટે ૧૫ ફોર્મ, ૭૫–ધોરાજી વિધાનસભા બેઠક માટે ૦૫ ફોર્મ એમ કુલ મળીને ૭૬ ફોર્મનો ઉપાડ થયો હોવાનું ચૂંટણી તંત્રની યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ સુધી એકપણ નામાંકન ફોર્મ ભરાઈને આવેલું નથી.