ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં રાજકીય પક્ષો તેના અંતિમ ચરણમાં છે ત્યારે દરેક રાજકીય પક્ષો ખુબ જ તેજ ગતિથી પ્રચાર કરી રહી છે. આ વર્ષે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ દરેક સીટ પરથી ચૂંટણી લડવાની છે. આ માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો પણ જાહેરાત કરી દીધા છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના જાહેરાત કરવા એન ટિકિટોની ફાળવણી માટે બે દિવસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ ને વધુ બેઠક જીતવા માટે પ્રયત્ન કરશે. સૌરાષ્ટ્રના ગઢ ગણાતા એવા રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી અને ધારાસભ્ય વિજય રૂપાણીને પણ ટિકિટ મળી શેક છે. રાજકોટમાં વિજય રૂપાણીને ફરીથી તક મળી શકે છે તેવા સમાચાર સૂત્રોમાંથી મળી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટની ત્રણ મહત્વની બેઠકો પણ ઓબીસીને ટિકિટ આપવામાં માટેની માંગ ઉઠી છે.
રાજકોટમાંથી ભરત બોઘરાને ટિકિટ મળી શકે છે. આ પહેલા ભરત બોઘરા જસદણ પરથી ચૂંટણી લડવાના સંકેત પ્રાપ્ત થઇ રહ્યા.હતા આ ઉપરાંત જામનગરમાંથી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને પણ ભાજપ ટિકિટ આપી શકે છે. સૌરાષ્ટ્રમાંથી ભારતીય જનતા પાર્ટીના 2 સાંસદો મોહન કુંડારીયા અને પૂનમબેન માડમને ટિકિટ આપીને ઉમેદવાર બનાવી શકે છે. આ માટે પડધરી ટંકારા અને જામખંભાળીયા બેઠક પર સાંસદ ઉમેદવાર બની શકે છે તેમ ચર્ચાઈ રહ્યું છે.