પૃથ્વી પરના વૉટર-વેઝના ચાર્ટ જેવો જ મંગળ માટે પણ ચાર્ટ બનાવવામાં આવ્યો છે

મંગળ ગ્રહ આજે ભલે સૂકો અને ધૂળ ભરેલો ગ્રહ લાગે પરંતુ ૩૫૦ કરોડ વર્ષો પૂર્વે આ લાવ ગ્રહ ઉપર વિશાળ મહાસાગર હતો. જેની સાબિતિ સેટેલાઈટ તસ્વીરો ઉપરથી મળી આવી છે. આ તસ્વીરોને અલગ એંગલથી ખેંચી એક રીવીફ મેપ પણ બનાવી શકાય તેમ છે.

જર્નલ ઓફ જીયોફીઝીકલ રીસર્ચ : પ્લેનેટસમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે વિટીલીયોએ ૬૫૦૦ કીમીથી પણ મોટી પર્વતમાળાનો ચાર્ટ બનાવ્યો છે. આ ‘રોજ’ નદીઓને લીધે વધુ ઊંચી આવી હોવાનું અનુમાન તેઓ બાંધે છે. તેમાં હવે સુકાઈ ગયેલા રીબર-ડેલ્ટા-બેલ્ટ-કિંવા-સબમરીન-ચેનલ બેલ્ટ રહ્યા છે.

પેન્સીલવાનિયા સ્ટેટ યુનિવર્સિટીના ભૂ-વિજ્ઞાન બેન્જામીન કહે છે કે, પૃથ્વી પરના વૉટર-વેઝના ચાર્ટ જેવો જ મંગળ માટે પણ ચાર્ટ બનાવવામાં આવ્યો છે. અમે તેને ‘સ્ટ્રેટિગ્રાફી’ કહીએ છીએ. મંગળ ગ્રહની તસ્વીરો ઉપરથી અમે આવી સ્ટ્રેટિગ્રાફી તૈયાર કરી છે.

વાસ્તવમાં માર્સ રીકોનેસન્સ ઓર્બિટરે ૨૦૦૭ થી ડેટા મોકલ્યા કર્યા છે. તેનો ઉપયોગ કરી રેન્જની પહોળાઈ, લંબાઈ અને ઉંચાઈ તથા ખૂણાઓ અને વળાંકો ઉપયોગ કરી વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું છે. તે ઉપરથી તેવું પણ જાણવા મળ્યું કે, વર્ષો પૂર્વે મંગળના આ વિસ્તારમાં ઘણા ફેરફારો પણ થયા છે. તે પ્રમાણે સમુદ્રતટ અને ચટ્ટાનોમાં થયેલા ફેરફારો નોંધી શકાયા છે