પોરબંદરમાં ઈદ ગૌષિયાની ઉજવણી, સદભાવનાના માહોલમાં ઝુલુસ શરીફનું આયોજન કરાયું

પોરબંદર ખાતે મોટા પીર હઝરત શેખ સૈયદ અબ્દુલ કાદિર જિલાની રદીઅલ્લાહોઅનહો ની યાદમાં ઉજવાતો તહેવાર ઈદે ગૌષીયાની શાનદાર રીતે ઉજવણી થઈ હતી. શહેરના મુસ્લિમ વિસ્તારમાં વિશાળ ઝુલુસશરીફ નીકળ્યુ હતુ. આ ઝુલુસશરીફમાં વિશાળ સંખ્યામાં સુન્ની મુસ્લિમો જોડાયા હતા. ઝુલુસશરીફના પ્રમુખસ્થાને નગીના મસ્જિદના પેશ ઇમામ અને શહેર કાઝી જનાબ હઝરત હાફિઝ વાસીફરઝા રહ્યા હતા. ઝુુલુસશરીફમાં પોલીસ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું,

ઝુલુસશરીફનુ આયોજન શહેરની સર્વોચ્ચ સુની મુસ્લિમ સંસ્થા સુન્ની અંજુમને ઇસ્લામ, પોરબંદર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વહીવટદાર હાજી શબીરભાઈ હામદાણી, પૂર્વ ઉપપ્રમુખ હાજી ઈબ્રાહીમભાઇ સંઘાર, હાજી યુસુફભાઈ નુરી, પૂર્વ સેક્રેટરી આરીફભાઈ ડી. સુર્યા, અરબ જમાતના પ્રમુખ હાજી અબ્બાસભાઈ અરબ અને અન્ય કાર્યકરો આયોજન અને વ્યવસ્થામાં રહેલ હતા. શાંતિ એકતા અને સદભાવનાના માહોલમાં જુલુશ શરીફનું આયોજન થયું હતું.