ચૂંટણી પંચના નિયમો અનુસાર ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયા સહિત વિજાણું માધ્યમમાં ઉમેદવાર દ્વારા જાહેરાત આપતા પૂર્વે તેનું પ્રમાણિકરણ કરાવી મંજૂરી લેવાની રહેશે. આ માટે જિલ્લા માહિતી કચેરી સાંદિપની રોડ પોરબંદર ખાતે તેમજ કલેકટર કચેરી જિલ્લા સેવા સદન-1 મીડિયા રૂમ ખાતે નિયત નમૂનાનું ફોર્મ પણ ઉપલબ્ધ છે. 48 કલાકમાં આ અંગેની મંજૂરી આપવામાં આવશે અને જરૂરી સુધારા હશે તો સૂચવવામાં આવશે. વધુમાં પ્રિન્ટ મીડિયામાં જાહેરાત આપતા પૂર્વે મતદાનનો દિવસ અને તેના આગલા દિવસે પણ જાહેરાત અંગે પ્રમાનીકરણ કરાવવાનું રહેશે. કલેક્ટર કચેરી ખાતે કાર્યરત મીડિયા રૂમમાં ઉમેદવારના માધ્યમો મારફત ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે પેઇડ ન્યુઝ સહિતની કામગીરી પણ હાથ ધરાશે.
આ બેઠકમાં સહાયક માહિતી નિયામક અને મેમ્બર સેક્રેટરી (એમસીએમસી) નરેશ મહેતા દ્વારા કર્મચારીઓને જરૂરી ટેકનિકલ વિગતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મીડિયા કંટ્રોલરૂમ ખાતે જરૂરી સંકલન માહિતી મદદનીશ જીતેન્દ્ર નિમાવત અને મયંક ગોજીયા કરશે.